પોલીસને જોઈ નવાગામનો બુટલેગર કૂદકો મારી ઉતરી, અંધારામાં ભાગી ગયો
રાજસ્થાન કોલસી ખાલી કર્યા બાદ દોઢ લાખ ભાડાની લાલચમાં દારૂ ભરી આવ્યાનું રટણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકથી પોલીસે 23 લાખનો દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે ભાણવડ પંથકના બે શખ્સને ઝડપી લીધા છે જ્યારે રાજકોટનો બૂટલેગર પોલીસને જોઇને નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની માહિતી મળતાં એલસીબી-1ના પીએસઆઇ વી.બી.બોરીસાગર અને જમાદાર વિજેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે કુવાડવા રોડ પર ક્રિષ્ના પાર્ક સામે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી ટ્રક આવતાં જ પોલીસે અટકાવી હતી પોલીસને જોઈ ટ્રકની કેબિનમાં બેઠેલો નવાગામ રંગીલા સોસાયટીનો બૂટલેગર જયંતી રાઘવ ચૌહાણે કૂદકો લગાવ્યો હતો અને અંધારામાં બાવળની ઝાડીઓ વચ્ચે થઇ નાસી ગયો હતો પોલીસે ટ્રકચાલક ભાણવડના મોખાણા ગામના હીરા ચના સાવધારિયા અને એ જ ગામના નાથા બિજલ સાવધારિયાને સકંજામાં લઇ પૂછપરછ કરતાં બંનેએ ટ્રકમાં ફેલ્સપાર પાઉડરનો જથ્થો હોવાનું કહ્યું હતું અને બિલ્ટી પણ તે અંગેની બતાવી હતી જોકે પોલીસે પાઉડરનો જથ્થો દૂર કરતાં જ 23 લાખનો 3456 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ, બે મોબાઇલ અને ટ્રક સહિત કુલ રૂ.33,05,000નો મુદ્દામાલ જપ્ત કરી બંને ટ્રકચાલક હીરા અને નાથાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછતાછમાં જયંતીને ત્રણ મહિના પહેલાં જ 12 પેટી દારૂના જથ્થા સાથે પકડ્યો હતો ભાણવડ પંથકના બંને શખ્સ રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી લાવ્યા હતા અને ઝડપાયેલો દારૂ પંજાબની બનાવટનો છે. જયંતી હાથ આવ્યા બાદ ક્યાં મોટા બૂટલેગરે દારૂ મગાવ્યો હતો તે જાણવા મળશે ભાણવડના મોખાણા ગામના હીરા અને નાથાએ કબૂલાત આપી હતી કે, ટ્રકમાં કોલસાનો જથ્થો ભરીને રાજસ્થાન ગયા હતા કોલસો ખાલી કર્યા બાદ એક શખ્સે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, દારૂનો જથ્થો સૌરાષ્ટ્રમાં લઇ જવાનો છે. દોઢ લાખ ભાડું આપવામાં આવશે. ચોટીલાથી એક શખ્સ ટ્રકમાં બેસશે તે કહે ત્યાં દારૂ ભરેલી ટ્રક લઇ જવાની રહેશે. ભાડાની લહાયમાં આવી ટ્રકમાં દારૂનો જથ્થો ભરવા આપ્યો હતો. ચોટીલા પહોંચતા જયંતી ચૌહાણ ત્યાંથી ટ્રકમાં બેસી ગયો હતો. જયંતી કહે ત્યાં ટ્રક લઇ જવાનો હતો, પોતે ક્યાં જવાનું હતું તે અંગે અજાણ હોવાનું રટણ રટતા હતા.



