ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ચૌદશના પાવન દિવસે નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા તથા પિતૃ તર્પણ કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યો હતો . કહેવાય છે કે, સૌ વાર કાશી અને એક વાર કાશીમાં અગિયારસના પાવન દિવસ નિમિતિ વહેલી સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. સૌ પ્રથમ પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરી અને મોક્ષ પીપળે પૂજા અર્ચના કર્યા બાદ પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન દક્ષિણા બ્રાહ્મણોને આપી ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલી મોક્ષ પીપળાની પ્રદિક્ષણા ફરે છે, અને સુ વિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિરના દર્શન કરી તથા સરસ્વતી ઘાટ ઉપર બિરાજમાન છે, શિવ મંદિરોમાં પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અસના કરી તથા દર્શન કરીને ધન્યતા અનુભવી અને પુણ્યનું ભાથું બાંધે છે. પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે મધરાત્રીથી જ પિતૃનો પ્રારંભ થાય છે મધરાત્રીથી લોકો પાણી રેડવા માટે આવે છે અને આખો દિવસ મેળા જેવો માહોલ જોવા મળે છે પ્રાચી તીર્થ ભારત વર્ષનું એક મહાન તીર્થ સ્થળ છે.
પ્રાચી તીર્થમાં મોક્ષ પીપળે પાણી રેડવા, પિતૃ તર્પણ કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યો
