ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરનાં લોકોની સુખાકારી માટે રેસકોર્ષ સંકુલ તથા શહેરનાં અન્ય વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતગમતની સુવિધાઓ ડેવલપ કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓમાં સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ,વોલીબોલ કોર્ટ તથા વિવિધ જીમ તથા સ્નાનાગારોનો સમાવેશ થાય છે. રજીસ્ટ્રેશનની પ્રકિયા તા.27-3થી શરૂ થયાના માત્ર 15 દિવસમાં જ કુલ 10,487 શહેરીજનો દ્વારા પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ બનીને વિવિધ રમતગમતની સુવિધામાં નોંધણી કરાવી છે.
- Advertisement -
તા. 27-03થી 9-04 દરમ્યાન રમતગમતની સુવિધાઓમાં સિન્થેટીક એથ્લેટીક ટ્રેક રેસકોર્ષ 2516, સિન્થેટીક ટેનીસ કોર્ટે રેસકોર્ષ 40, સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ રેસકોર્ષ 85, વિવિધ જીમ 883, વોલીબોલ કોર્ટ 6, સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ 1925, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ 2538, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ 1902 મેમ્બર્સની નોંધણી થઈ છે તેમજ પ્રવેશ પ્રક્રિયા તા. 12-4થી શરૂ થશે તેવું અંતમાં મનપાની યાદીમાં જણાવાયું હતું.