અવારનવાર ગટર બંધ કરવાનું કહેતા હજુ સુધી બંધ કરાઈ નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-વઢવાણ સિટી વિસ્તાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા રસ્તાના, ગટરના ખોદખામ બાદ પણ યોગ્ય રિપેરીંગ ન કરાતા સમસ્યા ઠેરની ઠેર રહેતા લોકો પરેશાન છે. શહેરની લો કોલેજ સામે 60 ફૂટ રોડ પર અનેક કલાસીસ, દુકાનો સહિતનો વિસ્તાર આવેલો છે. આ રોડ પરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ પણ દિવસ દરમિયાન અભ્યાસ માટે આવ-જા કરે છે. દિવસ-રાત આ રસ્તો રાહદારીઓ-વાહનચાલકોથી ધમધમતો રહે છે. પરંતુ છેલ્લા એક માસથી ગટર લાઇન ખૂલ્લી હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અવાર નવાર ગટર બંધ કરવાનું કહેતા હજુ સુધી બંધ ન કરાતી હોવાની લોકોમાં રાવ ઉઠી હતી.