51 આસામીઓ પાસેથી 67 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયા: ગંદકી કરતાં આસામીઓ પાસેથી રૂા. 57,800નો દંડ વસુલાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતાં આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 51 આસામીઓ પાસેથી 67 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા. 57,800નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં 14 આસામીઓ પાસેથી 63 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા. 40,000નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો તેમજ વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં 15 આસામીઓ પાસેથી 2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા. 5,500નો વહીવટી ચાર્જ, ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 22 આસામીઓ પાસેથી 2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા. 12,300નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
આ કામગીરી મ્યુનિસિપલ કમિશનલ આનંદ પટેલની સૂચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેરના સુપરવિઝનમાં આસિ. પર્યાવરણ ઈજનેર- સેનિટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઈન્સ્પેકટર- સેનેટરી સબ ઈન્સ્પેકટર દ્વારા કરવામાં આવી હતી.