બે જિલ્લાને અંતરિયાળ ગામોથી જોડતો રસ્તા પર સંખ્યાબંધ ખાડા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના લીધે મોટાભાગના રોડ પર ખાડારાજ જીવ મળે છે જેને લઇ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશથી તાત્કાલિક તમામ રોડ પરના ખાડા બુરા માટે તંત્ર સજ્જ થયું હતું. પરંતુ જ્યારે બે જિલ્લાને જોડતા અંતરિયાળ રસ્તાની વાત આવે ત્યારે બંને જિલ્લાના તંત્ર દ્વારા ખાડા બુરા માટે એક બીજા પર કામગીરીનું ભારણ નાખી રહ્યા છે તેવામાં મૂળી તાલુકાના સરા ગામથી હળવદના સુંદરી ભાવની ગામને જોડતા રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળે છે. સરા ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું છે જ્યારે સુંદરી ભાવની મોરબી તાલુકાના હળવદ તાલુકાનું ગામ છે જેથી આ બંને ગામોનો રોડ એકબીજા ગામ સાથે બે જિલ્લાને પણ જોડે છે પરંતુ આ વાતને લઈને જ આજદિન સુધી રોડ બિસ્માર બની રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનું તંત્ર અને મોરબી જિલ્લાના તંત્રને બંને એકબીજા પર ખાડા બુરવાની રાહ જોઈ રહ્યા છે જેના લીધે હાલ તો અહીંથી અવર જવર કરતા સ્થાનિક રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક દિલીપભાઈ દ્વારા જણાવ્યું હતું કે સુંદરી ભાવની ગામે સમુદ્રી માતાજીનું પીઠ સ્થાન આવેલું છે અનેક લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હોવાથી દૂર દૂરથી ભક્તો અહીં દર્શને આવે છે છેલ્લા એક દશકાથી રોડ બિસ્માર હોવાના લીધે ભક્તોને તકલીફ પડતી હોવાથી અનેક વખત તંત્રને રોડના ખાડા બાબતે રજૂઆત કરવા છતાં ધ્યાન નહીં આપતા હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે તત્કાલિક ધોરણે સરાથી સુંદરી ગામના બિસ્માર રોડનું સમારકામ અથવા મંજૂરી સાથે નિર્માણ થાય તેવી માંગ કરી છે.