હિન્દુ મુસ્લિમના પર્વ શાંતિથી અને ભાઈચારાની ભાવનાથી ઉજવવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્યમાં હાલ ગણેશ મહોત્સવનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આગામી 5 સપ્ટેમ્બરના રોજ મુસ્લિમોના જુલુસનો પર્વ પણ ઉજવશે તેવામાં હિન્દુ અને મુસ્લિમોના પર્વ એક સાથે હોવાના લીધે તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઈચારાની ભાવનાથી પ્રવ ઉજવે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા બંને કોમના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકની આયોજન કરી રહી છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે પણ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ વડા સહિત ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિત, પીઆઇ એમ.યુ.મસી સહિતના પોલીસ અધિકારીઓ હજાર રહી બંને કોમના આગેવાનો સાથે આગામી પર્વ નિમિતે શાંતિ અને ભાઈચારાની ભાવનાથી ઉજવવા અપીલ કરી હતી આ સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં સામાજિક પ્રવૃતિ કરતા તત્વો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસો સામે કડક કાર્યવાહી કરવા ચેતવણી પણ આપી હતી.