આઇસર, એક્ટીવા સહિત 17.58 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક જ રાતમાં પીસીબીએ દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવી હોય તેમ ત્રણ દરોડામાં 7,82,196 રૂપિયાના દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ આઇસર, એક્ટીવા સહિત 17,57,916 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. રાજકોટમાં દારૂનું દૂષણ ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, પીએસઆઇ એમ જે હૂણ અને ટીમ પેટ્રોલિંગમાં હતી.
- Advertisement -
દરમિયાન સ્ટાફના કુલદીપસિહ જાડેજા, વિજયભાઇ મેતા અને યુવરાજસિહ રાણાને મળેલી બાતમી આધારે કૈલાસ ઇન્ડસ્ટ્રીઝ એરિયા 80 ફૂટ મેઇન રોડ પર ટ્રાન્સપોર્ટ સામે દરોડો પાડી આઇસરમાં 6,52,416 રૂપિયાના 2784 ચપલા દારૂ સાથે ગોંડલ રોડ ભવ્ય એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ રમણિકભાઈ હિંગરોજિયાને દબોચી લઈ દારૂ, આઇસર સહિત 15,57,416 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે જ્યારે એએસઆઇ મહિપાલસિહ ઝાલા, ઘનશ્યામસિહ ચૌહાણ અને હરદેવસિહ રાણા સહિતની ટીમે બાતમી આધારે બે દરોડા પાડયા હતા જેમાં 150 ફૂટ રિંગ રોડ કૃતિ ઓનેલા પાર્કિંગમાં દરોડો પાડી ગોવર્ધન ચોક સ્કાય હાઇટ્સમાં રહેતા યશ નીરજભાઈ બદિયાણીને 37,080 રૂપિયાની કિમતની દારૂની 12 બોટલ સાથે દબોચી લઈ 1,07,800નો મુદામાલ કબજે કર્યો છે જ્યારે મવડી ગામ રામધણ આશ્રમ પાસે દરોડો પાડી 92,700 રૂપિયાની કિમતની દારૂની 30 બોટલ સાથે સુભાષનગરના રજની ધીરુભાઈ પાનસૂરિયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.