ભાડુતી મકાનમાં દારૂ મૂકી નાસી છુટેલા બુટલેગરની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સદભાવના સોસાયટીમાં પીસીબીની ટીમે દરોડો પાડી મોંઘીદાટ બ્રાંડનો 26.68 લાખની કિમતનો 780 બોટલ દારૂ ઝડપી લઇ ગુનો નોંધી મકાન ભાડે રાખી હેરાફરી કરતા અને નાસી છુટેલા શખસને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ પીસીબી પીઆઈ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફના મહિપાલસિહ, સહિતને બાતમી મળી હતી કે કોઠારિયા રોડ ઉપર પટેલ નગર પાસે સદભાવના સોસાયટીમાં મકાન ભાડે રાખી 150 ફુટ રીંગ રોડ પર ગોર્વધન ચોક પાસે માધવ વાટીકામાં રહેતો અભીષેક વિપુલભાઈ ઠાકર નામનો શખસ વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે આ બાતમી આધારે પીએસઆઈ ત્રાજીયા સહીતે દરોડો પાડતા મકાનમાંથી 26.68 લાખનો 780 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબજે કરી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
જયારે બીજા દરોડામાં કોઠારીયા રોડ પર દેવપરા પાસેથી પેટ્રોલંગ દરમ્યાન એલસીબીની ટીમે શંકાસ્પદ કારને અટકાવી ચાલકની પુછતાછ કરતા તે ચોટીલાના મોલડી ગામે રહેતો અજીત મનુભાઈ ખાચર હોવાનુ જણાવતા પોલીસે તલાસી લેતા કારમાંથી 13 હજારની કિંમતો દારૂના ચપલા મળી આવતા પોલીસે તેની ઘરપકડ કરી તેની પાસેથી કાર અને દારૂ મળી કુલ રૂ.68 હજારની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.



