નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં સમગ્ર દેશમાં UPI આધારિત ડિજિટલ પેમેન્ટ્સ જૂન 2022માં રૂ.10,14,384 કરોડ હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં UPIનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આજકાલ લોકો રોકડ વ્યવહારો કરવાને બદલે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેનાથી લોકોને રોકડ રાખવાનો કે ખોવાઈ જવાનો ડર રહેતો નથી અને એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા સરળતાથી ટ્રાન્સફર થઈ જાય છે. ભારત સરકારનું ડિજિટલાઇઝેશન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એવામાં નેટ બેંકિંગ, UPI પેમેન્ટ સિસ્ટમ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ જેવા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ પર લોકોની નિર્ભરતા ઘણી વધી ગઈ છે.
- Advertisement -
જૂન સુધી આટલી થઈ ગઈ ડિજિટલ પેમેન્ટ્સની સંખ્યા
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર, જૂન મહિનામાં સમગ્ર દેશમાં UPI આધારિત ડિજિટલ પેમેન્ટ્સ જૂન 2022માં રૂ. 10,14,384 કરોડ હતી. યુપીઆઈના યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. યુપીઆઈ યુઝર્સની વધતી સંખ્યા સાથે છેતરપિંડીના કેસોમાં પણ જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકે UPI ફ્રોડથી બચવા માટે તેના ગ્રાહકોને કેટલીક ટિપ્સ આપી છે.
Although digital payments have made life simpler, it is important to be aware of fraudulent scams. Always remember this fact about scanning QR codes and practice #SafeBanking!
Know more: https://t.co/T8IEoJSr6U#KnowTheDifference #KaroFraudsKaTheEnd pic.twitter.com/nLJrflET1F
- Advertisement -
— ICICI Bank (@ICICIBank) July 10, 2022
ICICI બેંકે ટ્વીટ કરીને આપી ચેતાવણી
ICICI બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. જો કે આજકાલ ડિજિટલ પેમેન્ટે આપણું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. પરંતુ આપણે સાયબર ફ્રોડથી પણ સુરક્ષિત રહેવાની જરૂર છે. હંમેશા ધ્યાનમાં રાખો કે QR કોડ્સનું સ્કેનિંગ પૈસા આપવા માટે કરવામાં આવે છે ન કે પૈસા લેવા માટે.

આ રીતે QR કોડની છેતરપિંડીથી સુરક્ષિત રહો
ICICI બેંકે ગ્રાહકોને કહ્યું છે કે ઘણી વખત આ સાયબર ફ્રોડ ગ્રાહકોને વિવિધ પ્રકારના QR કોડ મોકલે છે. આ કોડ સ્કેન કરીને તેઓ ગ્રાહકોના ખાતામાં પૈસા આવવાની વાત કરે છે. આ કોડને સ્કેન કરતાની સાથે જ તમારા એકાઉન્ટમાંની તમારી અંગત માહિતી ચોરાઈ જાય છે.
આ સાથે તમને પિન દાખલ કરવાનું કહેવામાં આવે છે અને તમારા ખાતામાંથી તમામ પૈસા કાપી લેવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે પૈસા મેળવવા માટે તમારે કોઈપણ પ્રકારના સ્કેનિંગની જરૂર નથી. ઉપરાંત, તમારી અંગત માહિતી કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. વિચાર્યા વિના કોઈપણ QR કોડ શેર કરશો નહીં.



