મહાપાલિકાએ બ્રિજ નીચે અત્યાર સુધી પે એન્ડ પાર્કિંગની સુવિધા નહોતી ત્યાં પણ શરૂ કરવા ભાવ મંગાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ટુંકામાર્ગો પર કાયમ માથાનો દુખાવો બનીને રહેતી ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પે એન્ડ પાર્કિંગ અંતર્ગત શહેરના જે બ્રીજ નીચે હજી સુધી પે એન્ડ પાર્કિંગની સુવિધા ઉભી કરાઇ નથી તેવા બ્રીજને પણ આવરી લઇને ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો નિર્ણય
લેવાયો છે.
મહાનગરપાલિકા દ્વારા સર્વેશ્ર્વર ચોક સહિત 62 જેટલાં સ્થળે પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવામાં આવી છે. આમછતાં પણ શહેરીજનો દ્વારા જાહેરમાર્ગો પર આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. અને નો પાર્કિંગ ઝોનમાં પણ કોઇ રોકટોક વગર પાકિંગ કરીને ટ્રાફિકની માથાના દુખાવારૂપ સમસ્યામાં વધારો કરે છે. આવા સંજોગોામાં હવે મહાનગરપાલિકાએ પે એન્ડ પાર્ક માટે હમણાં રિટેન્ડર ર્ક્યા છે. તેમાં શહેરના જુના અને હાલમાં બનેલા નવા ઓવરબ્રીજ સહિત શહેરના કુલ 15થી વધુ બ્રીજની નીચે પે એન્ડ પાર્કિંગની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કેકેવી સર્કલ ઇંદિરા સર્કલ સહિતના અનેક ઓવરબ્રીજ નીચે ખાનગી વાહનચાલકો દ્વારા સબ ભૂમિ ગોપાલકી જેમ ગેરકાયદે પાર્કિંગ કરે છે. આમછતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લઇ શકાતા નથી. આથી હવે વચલો માર્ગ કાઢીને બ્રીજનીચે પે એન્ડ પાર્ક સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કેકેવી સર્કલથી ઇંદિરા સર્કલની બન્ને સાઇડ, કેકેવી સર્કલથી બીગ બજાર બન્ને સાઇડ,ઇંદિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્સચેન્જ બન્ને સાઇડ, મવડી ચોકડીથી ગોંડલરોડ ચોકડી ઇસ્ટ સાઇડ, મવડી ચોકડીથી ગોંડલ રોડ ચોકડી ઇસ્ટ સાઇડ, મવડી ચોકડીથ નાનામવા રોડ ચોકડી બન્ને સાઇડ, રૈયા ચોકડીથી ઇંદિરા સર્કલ રૈયા ચોકડીથી નાણાવટી સર્કલ રૈયા ચોકડથી ઇંદિરા સર્કલ ગોંડલ રોડ ડી માર્ટ પાસેના બ્રીજ સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેરના 63 જેટલાં સર્કલોમાંથી પ્રાથમિક તબક્કે કોટેચા ચોક, રૈયા ટેલિફોન એક્સચેન્જ, મોટીટાંકી ચોક સહિતના આઠ જેટલા સર્કલોની ડિઝાઇનમાં ફરેફાર સુચવાયો છે. જો કે હજી સર્વેની કામગીરી ચાલું છે. પણ માત્ર સર્કલની ડિઝાઇનમાં ફેરફાર કરવાથી કે સર્કલો જ દુર કરવાથી શહેરની ટ્રાફિક સમસ્યા દુર નહીં જ થાય તે વાતનો સ્વીકાર કરતી મહાનગરપાલિકાએ હવે ઓવરબ્રીજ નીચે પે એન્ડ પાર્કિંગની સુવિધા વધારવાની તૈયારી આરંભી છે.