દર વર્ષે નવરાત્રિમાં 1000થી પણ વધુ લોકો માનતા ઉતારે છે !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
રાજકોટમાં છેલ્લા 34 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરતા પવનપુત્ર ચોક ગરબી મંડળ દ્વારા આ વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબી મંડળની બાળાઓ દ્વારા દર વર્ષે કરવામાં આવતો મા મોગલ રાસ પ્રખ્યાત છે અને આ રાસ જોવા માટે શહેરભરમાંથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. આ રાસમાં એક બાળા મોગલ માતાજીનો વેશ ધારણ કરી ગળામાં નકલી નાગ અને હાથમાં તલવાર લઈ રાસ રમે છે.
સોરઠિયા વાડી ચોકમાં પવનપુત્ર ગરબીની ખાસિયત એ છે કે, અહીં દરેક રાસ પ્રાચીન રાસ-ગરબા પર જ રમાડવામાં આવે છે. તે તમામ રાસ નારીશક્તિનું મહત્ત્વ રજૂ કરે છે. સંતાન સુખ, નોકરી સહિત વિવિધ માનતા રાખવામાં આવે છે. અહીં નવરાત્રિમાં એક હજારથી વધુ માનતા ઉતરે છે. તેમજ 365 દિવસ ગરબી-માતાજીનું પૂજન થાય છે. આયોજક રઘુભાઈ બોળિયાએ જણાવ્યું કે મોગલ રાસ, સ્ત્રીને અન્યાય કે ન્યાય?, હુડો રાસ સહિતના પ્રાચીન રાસ-ગરબા રમવામાં આવે છે. માતાજીની દયાથી જેને સંતાન સુખ પ્રાપ્ત થાય છે તે પેંડા અથવા તો મીઠાઈથી બાળકોને જાખે છે તો કોઇ સોના-ચાંદીના દાગીના માતાજીને ચઢાવે છે.