સૌરાષ્ટ્રના હૃદયરોગના દર્દીઓ માટે રાહતના સમાચાર
યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની ટીમ સેવા આપશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના હૃદયરોગના દર્દીઓ માટે એક મોટા રાહતના સમાચાર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 7 જુલાઈને સોમવારથી અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું સેટેલાઇટ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. આ યુનિટ દ્વારા પ્રથમ તબક્કે સવારે 9થી 12 ઘઙઉ સેવા શરૂ કરવામાં આવશે. આ સુવિધાથી હૃદયરોગના દર્દીઓને સ્થાનિક સ્તરે જ અત્યાધુનિક સારવાર મળી રહેશે, જેથી તેમને અમદાવાદ સુધી લાંબો ધક્કો ખાવાની જરૂર પડશે નહીં. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલનાં ઙખજજઢ બિલ્ડિંગમાં આપવામાં આવતી સુપર સ્પેશિયાલિટી ઘઙઉનું નવું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી કાર્ડિયોલોજિસ્ટની અછતને કારણે હૃદયરોગની સારવાર માટે દર્દીઓને ખાનગી હોસ્પિટલો કે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જવાની ફરજ પડતી હતી. જોકે, અમદાવાદના યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે ખઘઞ પૂર્ણ થયા બાદ 7 જુલાઈને સોમવારના રોજ યુ.એન. મહેતા સેટેલાઇટ યુનિટની ઘઙઉ PMSSY બિલ્ડિંગનાં પ્રથમ માળ ઉપર શરૂ કરાશે. અહીં અનુભવી કાર્ડિયોલોજિસ્ટ્સ દ્વારા દર્દીઓની તપાસ અને સલાહ આપવામાં આવશે. હાલ, સોમવારથી શનિવાર દરરોજ સવારે 9થી 12 સુધી યુ.એન. મહેતાના નિષ્ણાત તબીબો દ્વારા સેવા અપાશે. જેનાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના હૃદયરોગના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મોટો આર્થિક તેમજ સ્વાસ્થ્યલક્ષી લાભ મળશે. કારણ કે હવે તેમને સુપર સ્પેશિયાલિટી સેવાઓ નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.
સુપર સ્પેશિયાલિટી OPDનું નવું સમયપત્રક જાહેર
આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલનાં PMSSY બિલ્ડિંગમાં આપવામાં આવતી સુપર સ્પેશિયાલિટી ઘઙઉનું નવું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. PMSSY બિલ્ડિંગનાં બીજા અને ત્રીજા માળે વિવિધ સુપર સ્પેશિયાલિટી સેવાઓ ઉપલબ્ધ છે. જેમાં પ્લાસ્ટિક સર્જન, ન્યુરો સર્જન, ગેસ્ટ્રોલોજીસ્ટ, રૂમેટોલોજીસ્ટ, ઓન્કો સર્જન, યુરો સર્જન, નેફ્રોલોજીસ્ટ, ખાસ બાળકોના સર્જન અને બાળકોના કાર્ડિયોલોજીસ્ટ સહિત 15 જેટલા નિષ્ણાંત તબીબો સેવા આપી રહ્યા છે. આ નવી વ્યવસ્થાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નજીકના સ્થળે ઉપલબ્ધ બનશે, જે તેમના માટે એક મોટી સગવડ સાબિત થશે.
નવું સમયપત્રક
– PMSSY બિલ્ડીંગનાં બીજા માળે અપાતી સેવાઓ
ડો. મોનાલી માંકડિયા/ ડો. મીનાક્ષી રાવ/ ડો. પીનલ પીપળીયા : પ્લાસ્ટિકસર્જન : મંગળ-શુક્ર
ડો. રાજેશ માંકડિયા : ઓન્કોસર્જન : મંગળ-શુક્ર
ડો. કેતન પંડ્યા : યુરોસર્જન : સોમ-ગુરુ
ડો. મયુર માકાસણા : નેફ્રોલોજીસ્ટ : શનિવાર
PMSSY બિલ્ડીંગનાં ત્રીજા માળે અપાતી સેવાઓ
ડો. અંકુર પાંચાણી/ ડો. તેજસ ચોટાઈ/ ડો. સચિન ભીમાણી/ડો. હરિ પરમાર : ન્યુરોસર્જન : મંગળ-શુક્ર
ડો. મુકુંદ વિરપરિયા : ગેસ્ટ્રોલોજીસ્ટ : મંગળ-શુક્ર
ડો. રશ્મિ જિયાણી : બાળકોના કાર્ડિયો : સોમ-બુધ-શુક્ર
ડો. હર્ષ દુગીયા : એન્ડોક્રાઈનોલોજિસ્ટ : સોમ-ગુરુ
ડો. જયદીપ ગણાત્રા : બાળકોના સર્જન : સોમ-ગુરુ
ડો. ધવલ તન્ના : રૂમેટોલોજીસ્ટ (વા) : મંગળવાર
ડો. કેતન પંડ્યા : યુરોસર્જન : સોમ-ગુરુ
ડો. મયુર માકાસણા : નેફ્રોલોજીસ્ટ : શનિવાર