વયોવૃદ્ધ, ઇમરજન્સી, મેલ વોર્ડમાં દાખલ દર્દીઓને નર્સિંગ વિદ્યાર્થીઓ સારવાર આપી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.20
- Advertisement -
પોરબંદરની ભાવસિંહજી સ2કારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓને અહીં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને બદલે અહીં પ્રેક્ટિસ કરવા આવતા નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર આપતા હોવાના દર્દીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડ,ઇમરજન્સી વોર્ડ, મેલ વોર્ડમાં દાખલ દર્દીઓને નર્સિંગ વિદ્યાર્થીઓ સારવાર આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે.પોરબંદરમાં જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક છે.
હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં દિવસ દરમ્યાન અનેક દર્દીઓ સારવાર અર્થે દાખલ થતાં હોય છે પરંતુ આ વોર્ડમાં દાખલ દર્દીઓને અહીં ફરજ બજાવતા નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ સારવાર આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડ, ઇમરજન્સી વોર્ડ,મેલ વોર્ડમાં દાખલ દર્દીઓને નર્સિંગ વિદ્યાર્થીઓ સારવાર આપી રહ્યા છે. જેથી દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાનું તેમજ અનેક પંચર થતાં હોવાથી અસહન દુખાવો થતો હોવાના આક્ષેપો દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા છે.
તપાસ કરી સૂચન આપવામાં આવશે : RMO
હોસ્પિટલમાં આવેલ વોર્ડમાં આ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાથી તપાસ હાથ ધરી અને વોર્ડના ઇન્ચાર્જને સૂચના આપવામાં આવશે.