હોટેલ – ગેસ્ટ હાઉસ માલિકોને સૂચના
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તથા અગત્યના ઇનપુટ્સ મેળવવાના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ’પથિક’ (ઙઅઝઇંઈંઊં – ઙજ્ઞિલફિળળય રજ્ઞિ અક્ષફહુતશત જ્ઞર ઝફિદયહહયતિ ફક્ષમ ઇંજ્ઞયિંહ ઈંક્ષરજ્ઞળિફશિંભત) સોફ્ટવેરના અમલ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ અને સિરામિક ટાઇલ્સ ઉદ્યોગના કારણે મોરબી જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, જ્યાં દેશ-વિદેશથી વેપારીઓ અને પ્રવાસીઓની અવર-જવર સતત ચાલુ રહે છે.
આ સોફ્ટવેર દ્વારા રોકાણ કરનાર ગ્રાહકની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જશે. આનાથી માનવશક્તિનો ઓછો ઉપયોગ કરીને ટેક્નોલોજીની મદદથી ટૂંકી સમય મર્યાદામાં કોઈપણ ગુન્હો બનતો અટકાવી શકાશે અથવા બનેલા ગુન્હાના કિસ્સામાં ડિટેક્શન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.
- Advertisement -
ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું આગામી તારીખ 24-09-2025 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
‘પથિક’ સોફ્ટવેર શું છે અને કેવી રીતે કામ કરશે?
’પથિક’ સોફ્ટવેર એ હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટેનું એક સુરક્ષિત વેબ પોર્ટલ છે. આ સોફ્ટવેર દ્વારા, હોટેલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા મુસાફરોની વિગતોની એન્ટ્રી કરી શકાય છે.
આ જાહેરનામા મુજબ, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી તમામ હોટેલો અને ગેસ્ટ હાઉસના માલિકો કે સંચાલકોએ પ્રાંત, રાજ્ય, દેશ કે વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત ’પથિક’ સોફ્ટવેરમાં નોંધીને અપલોડ કરવાની રહેશે.
- Advertisement -
યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાની પ્રક્રિયા
આ સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે, હોટેલ સંચાલકો અને માલિકોએ મોરબી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં, એ-વિંગ, ત્રીજો માળ, રૂમ નં. 206, એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટેલની વિગતો રજૂ કરીને સત્વરે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા જ ડેટા એન્ટ્રી કરી શકાશે.
આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ નવી હોટેલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે સ્થળ પર જવાની જરૂર નથી. મુખ્ય કાર્યાલય દ્વારા હોટેલની રજિસ્ટ્રેશનને લગતી માહિતી સર્વરમાં સ્ટોર થયા બાદ, યુઝરનેમ અને પાસવર્ડ આપતા જ હોટેલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે.