ખાસ-ખબર સંવાદદાતા
વિજયાદશમી ના પવિત્ર દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં શક્તિ આરાધના અને શક્તિની અનુભૂતિ સભર કાર્યક્રમો કરવાની પરંપરા છે આ વર્ષે આ ઉપલક્ષ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – લક્ષ્મી વિસ્તારના સ્વયંસેવકો દ્વારા પથ સંચાલન યોજાયું. દેશ પ્રેમી જનતા દ્વારા આ પથ સંચાલન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શિસ્તબદ્ધ રીતે એક દો એક દો ના તાલ સાથે ભગવા ધ્વજ સાથે ચાલતા સ્વયંસેવક એ આકર્ષણ જમાવ્યું હતું. ગણવેશ સાથે સ્વયંસેવકો દ્વારા તારીખ 11/09/2020, રવિવાર સાંજે 5:30 કલાકે ઉદગમ સ્કૂલ ની બાજુમાં 80 ફુટ રોડ ઉપરથી પાછળ સંચાલન કરવામાં આવ્યું. લક્ષ્મી વિસ્તારના સ્વયંસેવકો ગણવેશ સાથે ઘોષ (મ્યુઝીક બેન્ડ) ના તાલ સાથે જુદા જુદા વિસ્તારો જેવા કે 150 ફૂટ રીંગ રોડ, પુનિતનગર સર્કલ, ન્યુ એસી ફુટ રોડ, નંદનવન સોસાયટી, આદર્શ સીટી અને મવડી થઈને નીકળ્યા હતાં. આ રૂટ માર્ચ માં શિસ્તબદ્ધ ચાલતા સ્વયંસેવકોની નિહાળવા મોટી સંખ્યામાં જન સમાજ ઉમટી પડ્યો હતો અને દેશભક્તિ પૂર્ણ કાર્યક્રમને આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા વધાવવામાં આવ્યો હતો અને નાગરિકોએ આ પથ સંચાલન નિહાળ્યું હતું અને ભારતમાતાનો જયઘોષ કર્યો હતો.
RSS લક્ષ્મી વિસ્તારના સ્વયંસેવકો દ્વારા પથ સંચલન
