બંને ઇસમોને આસરો આપવા અથવા મદદ કરનાર વ્યક્તિ પર પણ ગુનો નોંધાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
પાટડી નગરપાલિકા ખાતે ભૂગર્ભ ગટરની સફાઈ કામ કરતા સમયે કમેચારીઓ મોતના મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ કટારીયા વિરુધ પાટડી પોલીસ મથકે ગુન્હો નિબંધતો હતો જે ગુન્હા અંતર્ગત છેલ્લા કેટલાક સમયથી ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર નાસ્તા ફરતા હોવાથી ધ્રાંગધ્રા ડિવિઝનના ડી.વાય.એસ.પી દ્વારા બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ કટારીયાને આસરો આપનાર અથવા મદદ કરનાર વ્યક્તિને પણ ગુન્હાહિત પ્રવૃતિમાં ગણી તેઓના વિરુધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ સાથે ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેકટરની માહિતી આપનારને ઓળખ ગુપ્ત રાખી યોગ્ય પ્રોત્સાહિત ઇનામ આપવા અંગેની પણ જાહેરાત કરી છે.