મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં આવેલા પેંચ વાઘ અભ્યારણ્યમાં ટી -4 નામની વાઘણે વધુ 4 બચ્ચાઓને જન્મ આપ્યો છે. સુપર મોમ તરીકે ઓળખાતી આ વાઘણ અત્યાર સુધી કુલ 20 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે. અગાઉ 2014 થી 2020 દરમિયાન જુદા જુદા ગર્ભ પ્રસવ દરમિયાન 16 બચ્ચાની માતા બની ચૂકી હતી. પાટદેવના નામથી પણ ઓળખાતી વાઘણ ટી -4 નો જન્મ 2010માં થયો હતો. તેની માતા પણ સૂપરમોમ કોલરવાળી વાઘણ ગણાતી હતી. તેને અવતરેલા પાંચ બચ્ચા પૈકીની એક હતી.
આ વાઘણની માતાએ તેના જીવનકાળ દરમિયાન 29 બચ્ચાઓને જન્મ આપેલો જે પણ એક રેકોર્ડ છે. હવે માતાની જેમ વાઘણ ટી -4 પણ બચ્ચાઓને જન્મ આપી રહી છે. પાટદેવ વાઘણના 4 નાના બચ્ચાઓને પેંચ સન્ચ્યૂરીમાં પર્યટકોએ પણ જોયા હતા. પહેલા વાઘણ નિકળી અને પછીથી તેની આગળ અને પાછળ બચ્ચાઓ પણ જણાતા હાજર લોકોના આનંદનો પાર રહયો ન હતો. કેટલાક દૂરથી ફોટોગ્રાફી અને વીડિયો ઉતારવા લાગ્યા હતા. વાઘણ ટી -4 ના ફોટો ઇન્ટરન્ટ પર ફરતા થયા છે.