જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના પગલે રસ્તાઓને માઠી અસર પહોંચી છે. સતત વરસાદનાં પગલે પેચવર્કના કાર્યમાં રૂકાવટ આવી રહી છે. તેમ છતાં વરસાદના વિરામ વચ્ચે જૂનાગઢ શહેરના જુદાજુદા વિસ્તારમાં રસ્તાઓના પેચવર્કનું કામ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ શહેરમાં મીરાનગર, ઝાંઝરડા ગામ, મધુરમ વિસ્તાર સહિતની સોસાયટીઓમાં મુખ્યમાર્ગોનુ વેટમીક્ષ દ્વારા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.