દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાને લીધે દર્દીઓને મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
પાટડી તાલુકાના ખેરવા ગામે PHC સેન્ટરમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા ઉદભવ થઈ છે જેમાં ખેરવા ગામ નજીક આવેલા આશરે 15થી વધુ ગામોના રહીશો અહી આરોગ્ય સેવા અર્થે આવતા હોય છે પરંતુ અહી દર્દીઓ આવતા જ સૌ પ્રથમ PHC સેન્ટરમાં પાણીથી ભરેલા પટાંગણમાંથી પસાર થવું પડે છે.
- Advertisement -
લાખોના ખર્ચે નિર્માણ કરેલ PHC સેન્ટર બાહ્ય રોડ કરતા નીચાણમાં હોવાથી અહી દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવે છે જેના લીધે આરોગ્ય સેવા અર્થે આવતા દર્દીઓ પરેશાન થાય છે. એક તરફ ચાંદીપુરા વાયરસ જેવી બીમારીની માખી આ પ્રકારની ઠંડક અને લાંબા સમય સુધી પાણી ભરાતા સ્થળ પર વધુ નજરે પડે છે ત્યારે જો PHC સેન્ટર જ પાણી ભરાવાની સમસ્યાથી તળબળતા હવે દર્દીઓ અહી પોતાની બીમારીની સારવાર માટે આવે કે પછી બીમારીને વધુ વેગ આપવા માટે તે અંગે સવાલો ઉદભવી રહ્યા છે.