પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ના કનોડા ગામ ના મુળ વતની ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે સંગીત અને અભિનયમાં કનોડા ને આગવી ઓળખ અપાવનારા સ્વ. મહેશભાઈ કનોડિયા અને સ્વ. નરેશભાઈ કનોડિયા બન્ને કનોડિયા બંધુઓ નું બે જ દીવસમાં અવસાન થતાં ચાણસ્મા સહિત તાલુકામાં ધેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી છે. ચાણસ્મા પંથક ના કેટલાક લોકો એ શબ્દાંજલિ થકી શ્રધ્ધાંજલિ આપી હતી.
ચાણસ્મા ના દિનેશભાઈ પરમાર, અમરતભાઈ પરમાર, કંચનભાઇ પરમારે સમાજ સેવામાં અગ્રેસર રહેતા દિવંગત સ્વ. નરેશભાઈ , સ્વ. મહેશભાઈ કનોડિયા ને પરમકૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
જ્યારે ભાજપ અગ્રણી મુકેશભાઈ બી. પટેલ ,
વિનયસિહ ઝાલા, કિરણભાઈ જાની, લોકગાયક આરતી ઠાકોર, ભગવાન સિંહ ઠાકોર, નિતીન ઠાકરે સંગીતના સાત સુરો ને વિશ્વ ના ફલક પર વહેતા કરી ગુજરાતી અભિનય કલા ને આગવી ઓળખ આપનારા કનોડીયા બંધુની કાયમી વિદાયથી ગુજરાતી ફિલ્મ સંગીત ને કદી ના પુરાય તેવી ખોટી પડી હોવાનું જણાવી શબ્દાંજલિ થકી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
- Advertisement -
- જેઠી નિલેષ પાટણ.