સનરાઇઝર્સ હૈદરાબાદે 20.5 કરોડમાં ખરીદ્યો: હર્ષલ 11.75 કરોડમાં પંજાબ સાથે જોડાયો
ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક)ની 17મી સિઝનનું ઓક્શન દુબઈમાં શરૂ ગયું છે. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સની બોલી રૂ. 20 કરોડને પાર કરી ગઈ હતી. હૈદરાબાદે તેને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હર્ષલ પટેલને પંજાબે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તે આ ઓક્શનમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો. વેસ્ટ ઈન્ડિઝના ઝ20 કેપ્ટન રોવમેન પોવેલને 7.40 કરોડમાં રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો હતો. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સેટ-2માં ચેન્નઈએ માત્ર રૂ. 1.80 કરોડમાં ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રને સામેલ કર્યો હતો. ગેરાલ્ડ કોએત્ઝી રૂ. 5 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બિડિંગ વોર શરૂ થઈ. મુંબઈએ રૂ. 2 કરોડની બેઝ પ્રાઇસ સાથે શરૂઆત કરી હતી, તેઓએ રૂ. 5 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી બેંગલુરુ અને ચેન્નઈમાં બોલી યુદ્ધ થયું. બંને ટીમને કેપ્ટનની જરૂર છે. ચેન્નઈએ 10 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી. બેંગલુરુ અને હૈદરાબાદે રૂ. 20 કરોડ સુધીની બોલી લગાવી હતી. આખરે હૈદરાબાદે તેને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
રૂ. 50 લાખની બેઝ પ્રાઇસ ધરાવતા રચિન રવીન્દ્ર રૂ. 1.80 કરોડમાં ચેન્નાઈ સાથે જોડાયા હતા. દિલ્હીએ પણ તેના માટે બોલી લગાવી હતી. ચેન્નાઈએ સેટ-2માં શાર્દુલ ઠાકુરને પણ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હૈદરાબાદે પણ તેના માટે બોલી લગાવી હતી. ચેન્નઈએ સેટ-2માં શાર્દૂલ ઠાકુરને પણ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હૈદરાબાદે પણ તેના માટે બોલી લગાવી હતી.
સેટ-2માં શ્રીલંકાના વાનિન્દુ હસરાંગાની ખરીદીએ સૌને ચોંકાવી દીધા હતા. તેને સનરાઈઝર્સ હૈદરાબાદે 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈને ગુજરાત ટાઇટન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સેટ-1માં માત્ર 3 ખેલાડીઓ વેચાયા હતા, જ્યારે 4 ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. કરુણ નાયર, સ્ટીવ સ્મિથ, રિલે રોસોયુ અને મનીષ પાંડેને ખરીદદારો મળ્યા નથી.
ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડર બેટર હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રાજસ્થાને પણ તેના માટે બોલી લગાવી હતી. સેટ-1માં સાઉથ આફ્રિકાનો રિલે રોસોયુ અનસોલ્ડ રહ્યો હતો.
- Advertisement -
હર્ષલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી
સ્લોઅર બોલ સ્પેશિયાલિસ્ટ હર્ષલ પટેલ માટે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બિડિંગ યુદ્ધ હતું. ગુજરાતે રૂ. 10.75 કરોડ સુધીની બોલી લગાવી, ત્યારબાદ લખનઉ સુપરજાયન્ટ્સ પણ આવ્યું હતું. પંજાબ હજુ પણ અંત સુધી ટકી રહ્યું અને તેણે હર્ષલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ ઓક્શનમાં તે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો.
રોવમેન પોવેલ 7.40 કરોડમાં રાજસ્થાનમાં તો ટ્રેવિસ હેડ 6.80 કરોડમાં હૈદ્રાબાદમાં ગયો
વેસ્ટ ઈન્ડિઝના ઝ20 કેપ્ટન રોવમેન પોવેલની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે તેના માટે બિડિંગ યુદ્ધ હતું. રાજસ્થાને તેને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે ઘઉઈં વર્લ્ડ કપમાં હીરો રહેલા ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હેડની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. હેડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ફિફ્ટી અને ફાઈનલમાં ભારત સામે સદી ફટકારી હતી.