નવું પાસપોર્ટ બનાવવા જઈ રહ્યા હોવ તો આ તમારા માટે અત્યંત કામના સમાચાર છે. હવે પાસપોર્ટ બનાવવા માટે આગામી 5 દિવસ કોઈ અપોઈન્ટમેન્ટ નહીં મળે. 29 ઓગસ્ટ એટલે કે આજે રાતના 8 વાગ્યાથી 2 સપ્ટેમ્બરની સવાર સુધી સમગ્ર દેશમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ બંધ રહેશે. અગાઉથી નક્કી અપોઈન્ટમેન્ટ પણ તેના પછીના કોઈ સમયે રીશેડ્યૂલ થઈ જશે.
પાસપોર્ટ ઓફિસના ધક્કા પહેલાં આ વાંચી લો
- Advertisement -
જો તમે પહેલા પાસપોર્ટ માટે અરજી કરી દીધી છે અને તમને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચેની કોઈ અપોઈન્ટમેન્ટ મળી હોય તો તેને કોઈ અન્ય તારીખ માટે રીશેડ્યૂલ કરવી પડશે. એટલા માટે દિલ્હી સહિત દેશભરમાં અરજદારોએ હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન નવા પાસપોર્ટ માટે અરજી પણ નહીં કરી શકાય.
પાસપોર્ટ વિભાગે શું કહ્યું?
પાસપોર્ટ વિભાગે આપેલી માહિતી મુજબ ટેક્નિકલ કારણોસર પાંચ દિવસ માટે આ પોર્ટલ કામ નહીં કરી શકે. જેના લીધે પાસપોર્ટ સેવા કેન્દ્ર, ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય, અરજદારોના પોલીસ વેરિફિકેશન અને વિદેશ મંત્રાલયના કામકાજને પણ અસર થશે. પાસપોર્ટ વિભાગે ઘણા સમય પહેલા પાસપોર્ટ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેનારા અરજદારોને આ માહિતી મોકલી હતી.