જૂનાગઢ-માળિયા રૂટ બંધ થતા મુસાફરોએ અન્ય વાહનનો સહારો લીધી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસટી દ્વારા સલામત સવારી એસટી અમારીના સૂત્રના દાવા પોકળ જોવા મળી રહ્યા છે.ખખડધજ એસટી બસના લીધે મુસાફરોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.એક દિવસ પેહલા જૂનાગઢ -કેશોદ -માળીયા હાટીના રૂટની બસ વંથલી -કેશોદ વચ્ચે ટોલનાકા પાસે અચાનક બંધ પડી જતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતાં. એસટી બસ બંધ પડી જતા કેટલાક મુસાફરોને અન્ય વાહનમાં જવાની ફરજ પડી હતી.જયારે અન્ય બીજા મુસાફરોને માળીયા હાટીના જવા વાહન નહિ મળતા કલાકો સુધી રાહ જોવી પડી હતી અને હેરાન થયા હતા,ત્યારે સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા હતાં.