ઠંડા પવન બંધ થતા ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત મળી છે. જોકે બીજી બાજુ રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે.
ગુજરાતમાં હજુ શીતલહેરનો માહોલ તો યથાવત છે. પરંતુ બીજી બાજુ ઠંડા પવન બંધ થતા એટલે કે થોડો ઘટાડો થતા ઠંડીમાં થોડી રાહત જરૂર મળી છે. આજ રોજના તાપમાનની જો વાત કરીએ તો રાજ્યમાં આજે ગાંધીનગર અને કેશોદમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયામાં 11.6 ડિગ્રી તાપમાન, ડીસામાં 11 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 11.4 ડિગ્રી તાપમાન, અમદાવાદ અને રાજકોટમાં 11.7 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 12.2 ડિગ્રી તાપમાન, વલસાડમાં 13 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન જ્યારે સુરત અને ભાવનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- Advertisement -
ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનું અનુમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. જેથી આ શિયાળાની સિઝન વધુ સમય સુધી ચાલશે. સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે.
બે દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે
હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે જે ને લઈને ઠંડીમાં સામાન્ય વધારો નોંધાઇ તેવું જણાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેની સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ પંથકમાં અસર જોવા મળશે.