ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં શનિવારે એક જ દિવસમાં તોતિંગ વધારો કર્યા બાદ આજે કપાસિયા અને સિંગતેલમાં ઘટાડો થયો હતો.
આયાતી પામતેલ ઉપર સરકારે 20 ટકા ડ્યુટીમાં વધારો કર્યો અને આ સાથે ગુજરાત સહિત દેશમાં મગફળી, સોયાબીનનું વાવેતર વધવા સાથે મેંબલખ પાકના અને કપાસમાં આંશિક ઘટાડા સાથે ઉત્પાદન આંશિક ઘટાડા સાથે તેલ બજારના ભાવો અસ્થિર બન્યા છે. રાજકોટમાં શનિવારે એક જ દિવસમાં તોતિંગ વધારો કર્યા બાદ આજે કપાસિયા અને સિંગતેલમાં ઘટાડો થયો હતો.
- Advertisement -
સૌરાષ્ટ્ર તલ બજારમાં શનિવારે સિંગતેલમાં રૂપિયા 40, કપાસિયા તેલમાં રૂપિયા 110, અને પામતેલમાં રૂપિયા 160નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો હતો. બાદમાં આજે મંગળવારે બે દિવસમાં સિંગતેલમાં રૂપિયા 35 ઘટીને રૂપિયા 2560-2610ની સપાટીએ ભાવ આવી ગયા છે. આ પહેલા પણ સિંગતેલમાં ઘટાડાનું વલણ રહ્યું હતું.
જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા 110નો તોતિંગ વધારો ઝીંકી દેવાયા બાદ આજે માત્ર 30નો ઘટાડો થયો હતો અને આજે રૂપિયા 1960-2010ના ભાવે સોદા થયા હતા. જો કે ગત તારીખ 9ના આ જ કપાસિયા તેલ રૂપિયા 1770-1800ના ભાવે વેચાતું હતું જે સાપેક્ષે આજે પણ રૂપિયા 210 મોંઘુ રહ્યું છે. પામતેલ પર આયાત કરવી પહેલાથી વધારો શરુ કરાયો છે. જેના ભાવ સપ્તાહ પહેલા રૂપિયા 1605-1610 તેમાં રૂપિયા 235નો વધારો કરાયો હતો અને આજે પણ આ ભાવ ઉંચાઈ પર સ્થિર રહ્યા છે.