દેશની આર્થિક રાજધાની મુંબઇના બાંદ્રા વિસ્તારમાં બુધવારતના રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની પાસે એક બે માળની બિલ્ડિંગનો એક ભાગ પડી ગયો હતો. આ દુર્ઘટનામાં 18 લોકોના ઇજાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા છે. ફાયરબ્રિગેડના પહોચ્યા પહેલા જ સ્થાનિક લોકોએ કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢયા હતા. ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
- Advertisement -
Maharashtra | One person died and 16 people admitted with minor injuries after a G+2 structure collapsed at Shastri Nagar, Bandra West. Rescue operation underway: Brihanmumbai Municipal Corporation pic.twitter.com/EJwQby3cxm
— ANI (@ANI) June 8, 2022
- Advertisement -
સ્થાનિક લોકોનું કહેવું છે કે, હજુ પણ બે લોકો ફસાયેલા છે. જેને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અજાગ્રસ્તોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રાતના એક વાગ્યાની આસપાસના સમયે ઘટી હતી.
બીએમસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, બંદ્રા પશ્ચિમના શાસ્ત્રી નગર વિસ્તારમાં જી 2 વિભાગનો એક ભઆગ પડી ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિની મૃત્યુ થઇ ગઇ છે. ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલુ છે.