રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર યથાવત રાખ્યા
વિવાદ વચ્ચે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવતા રૂપાલા
- Advertisement -
ડમી તરીકે મોહન કુંડારિયા સહિત 4 ઉમેદવારે ફોર્મ ભર્યું
પરસોતમ રૂપાલા પાસે પોતાની કાર નથી પણ વિદેશી પિસ્તોલ છે, પત્ની પાસે 81 લાખનું સોનું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
આજે રૂપાલાએ જાગનાથ મંદિરે દર્શન કર્યા બાદ રોડ-શોનો પ્રારંભ કર્યો હતો. જેમાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી- ભાજપ પ્રદેશ શહેર પ્રમુખ મુકેશ દોશી પણ જોડાયા હતા.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું. વિજય મુહૂર્તનો સમય 12.39 નો હતો જોકે તેની જગ્યાએ 11.15 થી 11.30 ના લાભ ચોઘડિયામાં તેમણે ફોર્મ ભર્યું છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા.
બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઊમટી પડ્યા હતા,
પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે.
રૂપાલાએ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામા મુજબ, તેમની પાસે વિદેશી બનાવટની પિસ્તોલ છે. જ્યારે તેમની કે તેમના પત્ની પાસે કાર નથી. તેમજ પત્ની સવિતાબેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું છે. સોગંદનામામાં પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું જણાવ્યું, વર્ષ 2022-23માં પુરુષોત્તમ રૂપાલાએ 15 લાખ 77 હજાર 110 રૂપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે. ઇજભ. ઇ.ઊમ સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પર આજે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળા ઉપરાંત ભાજપના નેતાઓ, કોર્પોરેટરો સહિતનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમા ફોર્મ ભરવામાં આવ્યુ. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે. રસ્તો આ રીતે જ નીકળે છે અને મને પુરી શ્રદ્ધા છે કે ક્ષત્રિય સમાજ દેશના હિતમાં વિચારશે.
સૌથી વરિષ્ઠ નેતા વજુભાઈને હું વંદન કરું છું. તેમણે સ્ટેજ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો. કહ્યું કે, સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાવ, તમારા સહયોગની જરૂર છે. રાજકોટ લોકસભાના કાર્યકર્તા ભાઈઓ, મતદાર ભાઈઓ તમે જે ઉત્સાહથી અમને વધાવ્યા એ બદલ હું નતમસ્તક છું. જાગનાથથી અહીં સુધી આ ભીડમાં ચાલીને અહીં આવ્યા હોય તેમને સમગ્ર મલકમાં મત આપવા અભિયાન ચલાવો એવી મારી વિંનતી છે.
વધુમાં રૂપાલાએ જણાવ્યું હતું કે, તેમણે સમગ્ર ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે, આજે અહીં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સમર્થન કરવા આવ્યા છે, તે બદલ હું તેમનો આભાર માનું છું, સાથે જ સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાવ, તમારા સહયોગની અમને જરૂર છે.
કેસરી સાડીમાં સજજ બહેનો તથા સાફામાં સજજ ભાજપના કાર્યકર્તાઓ અને ટેકેદારોના જબરા સમૂહ સાથે રૂપાલાએ રોડ-શો કર્યા હતા અને બહુમાળી પાસે જાહેરસભાને સંબોધીત કરીને રાજકોટમાં તેમના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પરંતુ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકીટ રદ ન થાય તો કોઈ સમાધાનનો ઈન્કાર કરતા અંતે ભાજપે પડયા તેવા દેવાશે તે નિતી અપનાવીને પરસોતમ રૂપાલાને ફોર્મ ભરવા માટે લીલીઝંડી આપી દીધી હતી અને આજે શક્તિપ્રદર્શન પણ કર્યુ હતું. જેમાં રાજકોટ શહેરમાંથી ભાજપના કાર્યકર્તાઓને મહતમ સંખ્યામાં આવવા પણ સૂચના અપાઈ છે.
ભાજપ-કોંગ્રેસ અને આપના વધુ કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
ભાવનગરમાં ક્ષત્રિય યુવાનોનો હોબાળો મચાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
ગઈકાલ બાદ આજે મંગળવારે પણ રાજ્યની કેટલીય બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ત્યારે ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં હોબાળો મચી ગયો હતો. ક્ષત્રિય યુવાનોએ હાથમાં કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો.
કયા કયા ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યું
- ભાવનગર બેઠક પરથી ભાજપના નિમુબેન બાંભણીયા
- પાટણ લોકસભા બેઠક પરથી ભાજપના ભરત ડાભી
- ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના સોનલ પટેલ
- અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના જેની ઠુમ્મર
- પંચમહાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ
- છોટા ઉદેપુર બેઠક પરથી કોંગ્રેસના સુખરામ રાઠવા
- ભાવનગરમાં ’આપ’ના ઉમેદવાર ઉમેશ મકવાણા
- કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા
- કચ્છ બેઠક પરથી કોંગ્રેસના નિતેશ લાલણ
- ખેડા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ
- જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમા