હાય…હાય…ધર્મેન્દ્ર પ્રધાન, વિપક્ષની નારેબાજી;
PM, શાહ અને રાજનાથે સાંસદ તરીકે શપથ લીધા
દેશને એક સારા અને જવાબદાર વિપક્ષની જરૂર: વડાપ્રધાન મોદી
- Advertisement -
જે સાંસદો જીત્યા છે તે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે : નરેન્દ્ર મોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગાન થયું, ત્યારબાદ અગાઉના ગૃહના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદો શપથ લઈ રહ્યા છે.
- Advertisement -
જ્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું નામ શપથ માટે બોલાવવામાં આવ્યું ત્યારે વિપક્ષે NEET-NEET, SHEMA …SHEMAના નારા લગાવ્યા. વિપક્ષે NEET પેપર હેરાફેરી મામલે તેમના રાજીનામાની પણ માગ કરી છે. સત્રની શરૂઆત પહેલા સંસદ પહોંચેલા પીએમ મોદીએ કહ્યું- દેશ ચલાવવા માટે દરેકની સહમતિ જરૂરી છે. અમે બધાને સાથે લઈ આગળ વધવા ઇચ્છીએ છીએ. અમે બંધારણની મર્યાદાઓનું પાલન કરીને દેશને આગળ લઈ જવા માગીએ છીએ. દેશને જવાબદાર વિપક્ષની જરૂર છે. નવા સાંસદો આજે અને આવતીકાલે સંસદમાં શપથ લેશે. આ પહેલા બીજેપી સાંસદ ભર્તુહરિ મહતાબને સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા. પ્રોટેમ સ્પીકરે લંચ માટે સંસદની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. લંચ બાદ સાંસદોની શપથવિધિ ફરી શરૂ થશે. બાડમેર લોકસભા મતવિસ્તારમાંથી નવા ચૂંટાયેલા સાંસદ ઉમેદરામ બેનીવાલે સૌપ્રથમ સંસદ ભવનની સીડી પર પ્રણામ કર્યા. આ પછી બિલ્ડીંગમાં પ્રવેશ્યા. તેમના હાથમાં ‘ભારતનું બંધારણ’ પુસ્તક હતું. સીકરના સાંસદ અમરા રામ તેમના સત્તાવાર નિવાસસ્થાનથી ટ્રેક્ટર ચલાવીને સંસદ જવા રવાના થયા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉડિયામાં શપથ લીધા. તેમનું નામ બોલતાની સાથે જ વિપક્ષે શેમ-શેમના નારા લગાવીને NEET પેપરની હેરાફેરીનો વિરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સાંસદ તરીકે શપથ લીધા હતા. શપથ દરમિયાન, શાસક પક્ષના સાંસદોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, જ્યારે વિપક્ષે બંધારણની નકલો હવામાં લહેરાવી હતી. પીએમ મોદીએ કહ્યું- દેશને એક સારા અને જવાબદાર વિપક્ષની જરૂર છે. જે સાંસદો જીત્યા છે તે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે. 25 કરોડ નાગરિકોને ગરીબીમાંથી બહાર કાઢવા, એ વિશ્વાસ પેદા કરે છે કે અમે ભારતને ગરીબીમાંથી મુક્ત કરવામાં જલ્દી જ સફળતા પ્રાપ્ત કરીશું. અમારી ત્રીજી ટર્મમાં અમે પહેલા કરતા ત્રણ ગણી વધુ મહેનત કરીશું. અમે ત્રણ ગણું વધારે પરિણામ લાવીને રહીશું. દેશને સાંસદો પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે. હું સાંસદોને વિનંતી કરીશ કે તેનો દેશના હિતમાં ઉપયોગ કરે. જનહિતમાં દરેક શક્ય પગલાં ભરો. દેશની જનતા વિપક્ષ પાસેથી સારા પગલાની અપેક્ષા રાખે છે. અત્યાર સુધી જે નિરાશા મળી છે, વિપક્ષ આ વખતે ખરો ઉતરે ઈમરજન્સીનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું- આવતીકાલે 25મી જૂન છે. 50 વર્ષ પહેલા આ દિવસે બંધારણ પર કાળો ડાઘ લગાવવામાં આવ્યો હતો.