બિહાર વોટર વેરિફિકેશન મામલે સંસદમાં વિપક્ષનો હોબાળો: લોકસભાની કાર્યવાહી 12 મિનિટ ચાલી: સ્પીકરે કહ્યું, બેનરો લઈને આવશે તો ગૃહ ચાલશે નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ગુરુવારે સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ છે. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો શરૂ કરી દીધો. કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સાંસદો વેલમાં આવીને પોસ્ટર લહેરાવવા લાગ્યા. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, જો તમે પોસ્ટરો લઈને આવશે તો ગૃહ ચાલશે નહીં. તેમણે કોંગ્રેસના સાંસદોને કહ્યું- આ તમારા સંસ્કાર નથી.
હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી ફક્ત 6 મિનિટ ચાલી. સ્પીકરે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. રાજ્યસભામાં કાર્યવાહી લગભગ 1:30 કલાક સુધી ચાલી. ત્યાર બાદ એને પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. બાદમાં બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ તરફ સંસદની બહાર મકરદ્વાર ખાતે બિહાર મતદાર ચકાસણીના મુદ્દા પર સતત ત્રીજા દિવસે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધીએ પણ એમાં ભાગ લીધો હતો. પ્રિયંકા ગાંધીએ ‘લોકશાહી જોખમમાં’ લખેલું પોસ્ટર લહેરાવ્યું હતું.
બિહારમાં જઈંછ મુદ્દા પર રાજ્યસભામાં વિપક્ષી નેતાઓએ ગૃહમાં હોબાળો મચાવ્યો. ત્યારબાદ ગૃહને શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.
લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે શરૂ થતાં જ વિપક્ષે ફરીથી હોબાળો મચાવ્યો. ત્યારબાદ ગૃહને શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.
- Advertisement -
અમે ચર્ચા માટે તૈયાર છીએ, તેઓ ભાગી રહ્યા છે: રવિશંકર પ્રસાદ
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું, વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ ગૃહને ચાલવા દેતી નથી. તેઓ બહાર આવીને કહે છે કે તેમને બોલવા દેવામાં આવી રહ્યા નથી, પરંતુ તેઓ ગૃહમાં ચર્ચામાં ભાગ લેતા નથી, આનો અર્થ શું છે? અમે ચર્ચા માટે તૈયાર છીએ, તેઓ ચર્ચાથી ભાગી રહ્યા છે.