ટ્રાફિક વ્યવસ્થાપન માટે વિવિધ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ, ફ્રી પાર્કિંગ સહિતના આદેશો જારી કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 14થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારૂ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે નીચે મુજબના આદેશો જારી કરાયા છે.
- Advertisement -
રેસકોર્ષ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક, અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી અને બંને બાજુ ‘નો પાર્કિંગ’ જાહેર કરવામાં આવે છે. (2) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (3) સી.આઈ.ડી.ની ઓફિસથી રૂરલ એસ.પી. બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (4) સુરજ-1 એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (5) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી તમામ વાહનો માટે ‘નો પાર્કિંગ’ ઝોન રહેશે. (6) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ છે. (7) વિશ્વા ચોકથી જૂના એન.સી.સી. ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી તેમજ બંને બાજુ ‘નો પાર્કિંગ’ રહેશે. (8) મહિલા અંડર બ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લકઝરી બસોનું જાહેરનામું પૂર્ણ થયા બાદ કિસાનપરા ચોક તરફ પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે.
ફ્રી વાહન પાર્કિંગ માટેના સ્થળો
નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે પ્રવેશ, બહુમાળી ચોક – કાર, મોટર સાયકલ અને સાયકલ
એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે – બસ, કાર, મોટર સાયકલ અને સાયકલ
બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર – મોટર સાયકલ અને સાયકલ
નવી કલેક્ટર કચેરી સામે – કાર, મોટર સાયકલ અને સાયકલ
કિસાનપરા ચોક, એ.જી. ઓફિસની દિવાલ પાસે – 15 ઓટો રિક્ષા
કિસાનપરા ચોક સાયકલ શેરિંગવાળી જગ્યા – ટુ વ્હીલર માટે
આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં – કાર, મોટર સાયકલ અને સાયકલ
ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ – ટુ વ્હીલર તથા ફોર વ્હીલર
કિસાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર
ચાણક્ય બિલ્ડિંગ ચોક પાસે નગર રચના અધિકારી કચેરીનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે
ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ – ફોર વ્હીલર
સરકીટ હાઉસ સામે મેમણ બોર્ડિંગનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે
રૂરલ એસ.પી. સાહેબના બંગલાવાળી શેરી આઈ.બી. ઓફિસથી પ્રેસ સુધી- ટુ વ્હીલર માટે
સર ગોસલીયા માર્ગ હેલ્થ ઓફિસની દિવસ સુધી – ટુ વ્હીલર માટે
હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે – ફક્ત સરકારી વાહનો માટે



