કુલ 32 આસામીઓ પાસેથી રૂા.13500ની વસુલાત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સીટી અંતર્ગત સુંદર, રળિયામણુ બનાવવા તથા ટ્રાફિક મુવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
આજરોજ વેસ્ટ ઝોનમાં સત્યસાંઈ હોસ્પિટલ મેઈન રોડ ખાતે અલગ-અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 71 જગ્યા પરનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયુ હતું, જેવા કે ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પણ ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવુ, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા, કચરાપેટી ન રાખતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી.વેસ્ટ ઝોનમાં સત્યસાંઈ હોસ્પિટલ મેઈન રોડ પર જાહેરમાં કચરો ફેંકનાર, ગંદકી કરવા સબબ કુલ 12 આસામીઓ પાસેથી રૂા. 3000, કચરાપેટી, ડસ્ટબીન ન રાખવા કુલ 1 આસામી પાસેથી રૂા. 500, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા- ઉપયોગ કરવા કુલ 18 આસામીઓ પાસેથી રૂા. 9000નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ કુલ 32 આસામીઓ પાસેથી રૂા. 13500નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.