સાતેક વર્ષ પહેલા પણ વરસાદમાં વિલંબ થતા ભૂદેવોએ કરી હતી પૂજા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરે અનોખી પ્રાર્થના કરવામાં આવી હતી.વરસાદી સીઝન હોવા છતાં મેઘરાજા મન મૂકીને ન વરસતા તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવને અનોખી પ્રાર્થના કરવામાં આવી એટલે કે મૂંઝવવામાં આવ્યા હતા.આ પૂજામાં સતત મહાદેવ પર અભિષેક કરી રીઝવવામાં આવ્યા હતા. પ્રભાસ ક્ષેત્રમાં હિંગળાજ માતાજીની ગુફા સમીપ આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરે તીર્થ પુરોહિતો દ્વારા વરસાદ ન થવાને લીધે અનોખી પૂજા કરવામાં આવી હતી.તેમનું કહેવું છે કે આદિ અનાદી કાળથી અતિવૃષ્ટિ કે અલ્પવૃષ્ટિ જેવા સંકટો આવતા તેમને દૂર કરવા માટે આ પૂજા કરવામાં આવે છે જેમાં સમગ્ર દિવસ દરમિયાન મહાદેવ પર અભિષેક કરી તેમને મૂંઝવવામાં આવે છે અને તેના પરથી તારણ પણ કાઢવામાં આવે છે.ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથના જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી તેને પગલે આ પૂજા કરવામાં આવી છે.અગાઉ 7 વર્ષ પેહલા આ પૂજા કરવામાં આવી હતી.



