સજ્જ-સક્ષમ કોર્પોરેટ ડિરેક્ટર
જાગૃત-સફળ સંસદસભ્ય
- Advertisement -
ઉમદા વન્યજીવન પ્રેમી- ફોટોગ્રાફર
શ્રદ્ધાવાન વ્યક્તિત્વ અને સ્પોર્ટ્સ પ્રેમી
ખાસ-ખબર સંવાદદાતા
પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક)ના ડાયરેકટર (કોર્પોરેટ અફેર્સ) છે અને ઢજછ કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જૂન 2020માં આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા પહેલાં તેઓ સતત બે ટર્મ (2008થી 2020 સુધી) ઝારખંડમાંથી રાજ્યસભાના અપક્ષ સાંસદ રહી ચૂક્યા છે.
નથવાણી છઈંકના ચેરમેન અને ખઉ મુકેશ અંબાણીની કોર ટીમના મહત્ત્વના સભ્ય તરીકે જાણીતા છે. રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને તેઓ પોતાના ગુરુ અને આદર્શ માને છે. ગુજરાતમાં જામનગર ખાતે વિશ્ર્વનું સૌથી મોટું રિફાઈનરી કોમ્પલેક્સ ઊભું કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. સરળતાથી જમીન સંપાદન કરવા ઉપરાંત નથવાણીએ છઈંકના પેટ્રોલિયમ રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસો, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઈપલાઈન અને ભારતના પશ્ર્ચિમી રાજ્યોમાં જિયો મોબાઈલ નેટવર્ક ઊભું કરવા માટેની માળખાગત સુવિધાઓ તૈયાર કરવાના પ્રોજેક્ટના અમલીકરણનું સુકાન સંભાળ્યું હતું. હવે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઈડ્રોજન સહિતના ન્યુ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી રહ્યા છે.
યૌવનકાળથી જ જાહેરજીવન પ્રત્યે તેમને લગાવ રહ્યો છે. તેઓ સૌરાષ્ટ્રના સાંસદો-ધારાસભ્યો સાથે ગાઢ રીતે જોડાયેલા રહેતા અને એક સમયે તો તેમણે પોતાના વતન જામખંભાળિયાથી વિધાનસભાની ચૂંટણી લડવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોકોના પ્રશ્ર્નોને વિવિધ સ્તરે વાચા આપવાની તેમની ખેવનાના કારણે તેઓ ‘વોઈસ ઓફ સૌરાષ્ટ્ર’ના હુલામણા નામે પણ જાણીતા છે. ઝારખંડથી સતત બે ટર્મ (12 વર્ષ) રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા પરિમલ નથવાણી રાંચી અને ગ્રામીણ ઝારખંડમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં તેમણે કરેલા લોકોપયોગી કાર્યો તેનું એકમાત્ર કારણ છે. તેમણે સાંસદ તરીકે પોતાને મળતાં ફંડ (ખઙકઅઉ)નો 100 ટકા ઉપયોગ સાંસદ આદર્શ ગ્રામ યોજના (જઅૠઢ), ગ્રામીણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વગેરે માટે કાર્યો હતો. જઅૠઢ અંતર્ગત તેમણે દત્તક લીધેલા ત્રણ ગામ બરમ જરાટોલી, ચુટ્ટ અને બરવાડાગમાં કરેલા વિકાસ કાર્યો રાજ્યમાં માત્ર વખણાયા જ નથી, પરંતુ તે અનુકરણીય પણ બની રહ્યા છે. ‘ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી)’ પુસ્તકમાં તેમણે ઝારખંડમાં કરેલા કાર્યોનો પરિચય મળે છે. ઝારખંડના વિકાસમાં તેમના યોગદાનનો પરિચય આપતું વધુ એક પુસ્તક ‘એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી’ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, રાંચી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઓક્ટોબર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (ૠઈઅ)ના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપનારા પરિમલ નથવાણીએ અમદાવાદમાં મોટેરા ખાતે તૈયાર થયેલા વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણ કાર્યનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને પાયાથી ઊભું કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ પ્રેક્ષકો ક્રિકેટ મેચનો આનંદ માણી શકે છે. ૠઈઅના પૂર્વ પ્રમુખ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ગાઢ સહયોગ સાથે પરિમલ નથવાણીએ આટલા મોટા પ્રોજેક્ટને સફળતાપૂર્વક પાર પાડવાનું ભગીરથ કાર્ય સંપન્ન કર્યું છે.
- Advertisement -
પરિમલ નથવાણીએ ગુજરાત સરકારના વિવિધ બિઝનેસ ડેલિગેશન્સના સભ્ય તરીકે ચીન, જાપાન, રશિયા, સાઉથ કોરિયા, સ્વિત્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ત્રાખાન સહિતના ડઝનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને વાઈબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લીધો છે. તેના કારણે તેમને વિશ્ર્વના બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધવાની પણ તક સાંપડી હતી.
તેઓ સતત 15 વર્ષ સુધી ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. ગુજરાત સરકાર સાથે સાયુજ્ય સાધીને તેમણે રિલાયન્સના પ્રતિનિધિ તરીકે પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. દ્વારકા નગરી ‘ચાર ધામ’માં તો સ્થાન ધરાવે જ છે સાથે સાથે વિશ્ર્વના સૌથી પૌરાણિક ધામ સનાતન ધર્મના ‘સપ્તપુરી’ યાત્રાધામ તરીકે પણ પ્રસિદ્ધ છે. નથવાણી સતત દસ વર્ષથી નાથદ્વારા મંદિર બોર્ડના પણ સભ્ય છે- આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળે છે.
વર્ષ 2019ના ઉત્તરાર્ધમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (ૠજઋઅ)માં અધ્યક્ષ તરીકે પરિમલભાઈ ચૂંટાતા ગુજરાતમાં ફૂટબોલની રમતને વેગ મળ્યો છે. તેઓ ગુજરાતમાં મક્કમતાથી ફૂટબોલની રમતનો પાયાના સ્તરથી વિકાસ થાય તે માટેના સતત પ્રયત્નશીલ છે.
પરિમલ નથવાણી વન્યજીવન માટે ખૂબ જ ઉત્સાહી છે, ખાસ કરીને ગીરના સિંહો માટે. વિશ્ર્વમાં એકમાત્ર ગીરમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે તેમણે ઘણા કાર્યો કર્યા છે. એશિયાટિક સિંહોનું જાજરમાન ગૌરવ દુનિયા સાથે વહેંચવા માટે તેમણે ‘ગીર લાયન: પ્રાઈડ ઓફ ગુજરાત’ નામે એક સમૃદ્ધ પુસ્તક પણ તૈયાર કરાવ્યું છે.
પરિમલ નથવાણીએ ઘણા લાંબા સમય સુધી રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણી સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું અને તેઓ ધીરૂભાઈને પોતાના આદર્શ માને છે. તેમના ધીરૂભાઈ અંબાણી સાથેના આ કાર્યકાળ દરમિયાન તેઓ ધીરૂભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્ર્વાસ, વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સપ્ટેમ્બર 2023માં નથવાણીએ ‘એકમેવ… ધીરૂભાઈ અંબાણી’ પુસ્તક પ્રકાશિત કરીને ધીરૂભાઈ સાથેના તેમના અનુભવોને શાબ્દિક સ્વરૂપ આપ્યું છે. આ પુસ્તકમાં ધીરૂભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ, જેમ કે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદ્રષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ વગેરેને સુપેરે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ ડી. અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે.
ઢજછ કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે રાજ્યસભામાંથી ચૂંટાઈ આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, ‘હું આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવા માટે સમર્પિત છું.’ એ સાથે જ તેઓ ઝારખંડ અને ત્યાં લોકો સાથે પોતાનું જોડાણ અને સંપર્ક જીવંત રાખી રહ્યા છે. કારણ કે તેમની સાથે તેઓ એક અલગ જ લાગણીના તાંતણે બંધાઈ ગયા છે.
પરિમલ નથવાણી નીચે મુજબની સમિતિઓ / બોર્ડમાં સભ્યપદ ધરાવે છે.
1. પ્રમુખ, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.)
2. વિજ્ઞાન અને તકનિકી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિ
3. ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિ
4. અંતરીક્ષ વિભાગ અને પરમાણુ ઊર્જા વિભાગની સંયુક્ત હિંદુ સલાહકાર સમિતિ
5. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લા માટેની જિલ્લા સ્તરીય સમિતિ (ડી.એલ.સી.)
6. નાથદ્વારા ટેમ્પલ બોર્ડ.