પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા સંકલ્પને સાર્થક કરવા જેહમત ઉઠાવી
ખાસ-ખબર સંવાદદાતા
સર્વોદય બલ્ડ બેંક સંચાલીત સર્વોદય નેચર ક્લબ દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી જુનાગઢ ના સહયોગ થી ગિરનારની લીલી પરીક્રમા માં આવતા યાત્રાળુઓ પાસે થી પ્લાસ્ટીક ની થેલી/ઝબલાં લઇ ને તેની જગ્યા એ કાપડ ની થેલી નું વિતરણ કરવામાં આવેલ સંસ્થાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરુ ની આગેવાની માં પાછલા કેટલાય વર્ષોથી પ્લાસ્ટીક પરત આપીને કાપડની થેલી આપવાનું કાર્ય કરવામાં આવે છે. પ્લાસ્ટીક મુક્ત પરીક્રમાના સંકલ્પ ને સાર્થક કરવા અને વન્યજીવ અને જંગલ ના જતન માટે સહુ કોઇ કટીબધ બનીએ તેવા ઉમદા હેતુ થી છેલ્લા બે દિવસ થી ભવનાથ ક્ષેત્રમાં પરીક્રમા રુટ પર ગિરનાર પરીક્રમા ને પ્લાસ્ટીક મુક્ત કરવા માટે જહેમત ઉઠાવવામાં આવે છે.હાલ સમગ્ર પરીક્રમા દરમ્યાન પણ પરીક્રમા રુટ પર અલગ અલગ જગ્યાએ થેલી વિતરણ ની કામગીરી કરવામાં આવશે.આ કામગિરી માં ખમીર મજમુદાર,હિતેશભાઇ ઉદાણી,સમીરભાઇ દિવાન તથા સેજલબેન દિવાન,આશુતોષભાઇ બૂચ,ચીંટુ ખખ્ખર,નરેશભાઇ તથા રવજીભાઇ,શિતલભાઇ નાણાવટી,કવન શુક્લ એ કાર્યકર તરીકે સેવા આપેલ.