રાજકોટના પારેવડાં ગામમાં પાણીની પળોજણ
છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણી માટે આ ગામ વલખાં મારી રહ્યું છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ જિલ્લાના પારેવડા ગામે છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણી માટે પારેવાડા ની બહેનો અને ભાઈઓ રણ ચંડી બની હતી. ત્યારે પારવડા ગામમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજે પારેવડા ની બેનો અને ભાઈઓએ ગ્રામ પંચાયત ઓફિસનો ઘેરાવો કર્યો હતો અને તમામ પારેવડા ગામની બહેનો બેડા લઈને ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો અને પારેવડા ગામના સરપંચ વાટીયા વાલજીભાઈ સવાભાઈ મંત્રી તથા સરપંચનો રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યું કે, ઘણા સમયથી આ ગામમાં પારેવડા ગામમાં માલ ઢોર અવેળા ખાલી ખમ જોવા મળ્યા હતા અનેક વખત રજૂઆત કરવા છતાં આજે બેનો આવેલામાં તમામ બહેનો ખાલી અવેડામાં ઉભા રહીને પાણીની વરાળું કાઢી હતી તલાટી મંત્રી સીમાબેન શિયા મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો હતો.ત્યારે બેનો દ્વારા ક્યારે અમારા ગામને પાણી મળશે એવી રજૂઆત કરી હતી. ગામલોકો એ આજે પાણી માટે આક્રોશ ઠાલવ્યો હતો.તાત્કાલિક ધોરણે પાણી આપવા પારેવડા ગામએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.અને તાત્કાલિક સર્વે કરીને આ ગામને પાણી મળે એવી સમસ્ત ગામ દ્વારા રજૂઆત કરી હતી.



