બાળકો સાથે માતાપિતાનો સંબંધ વાત્સલ્ય સાથે પારદર્શક હોવો જોઈએ
અહી પીરસાતું બધું જ કઈ તેમની માટે સારું નથી હોતું, ના જાણવાનું અને અધકચરું જે શીખે છે તે બાળકોના કુમળા મગજ ઉપર અવળી અસર પણ કરે છે, બાળ સહજ જીજ્ઞાસામાં ઘણું કહેવું કે પૂછવું હોય છે, પરંતુ કોને પૂછે? પહેલાનાં સમયમાં માતા કે દાદા દાદી ઘરમાં કાયમ હાજર રહેતા. સંયુક્ત કુટુંબમાં બાળકોને પ્રથમ સાચું શિક્ષણ ઘરેથી મળતું હતું, આવા વાતાવરણમાં બાળકો પોતાને સલામત અનુભવતા અને મનમાં જાગતા દરેક પ્રશ્ર્નોનું નિરાકરણ મળી જતું. આજે નાનાં કુટુંબમાં પેરેન્ટ્સ કામ કરતાં હોય ત્યારે બાળકોને સાચવવા આયા રાખવામાં આવે છે
- Advertisement -
સહુથી મહત્વનું ધન એટલે બાળકો. દેશ હોય કે પરદેશ, અમીર કે ગરોબ એ દરેક માતાપિતા માટે બાળકો અને તેમનો ઉછેર મહત્વના છે. કારણ તેમના આવતીકાલનાં સુખદુ:ખ બાળકોના ભવિષ્ય અને સંસ્કારો ઉપર આધારિત રહે છે. આજના આધુનિક અને મહત્વકાંક્ષા ભર્યા યુગમાં સંસારની જરૂરીયાતોને પૂરી કરવા માટે ઘર કે બહાર કામ કરતાં પતિ પત્નીએ પોતાની ખુશીઓ સાથે સમયનું બલિદાન કરવું પડે છે. વધારે પડતા તણાવ અને સમયની અછતમાં સહુથી કપરી સ્થિતિ બાળકોની બની જાય છે. બાળકોને જે સમયે હુંફની, દોરવણીની જરૂર હોય ત્યારે તેનાથી તેઓ વંચિત રહી જતા હોય છે. ક્યારેક તો મનની વાત છુપાવી રાખવાના કારણે તમની આંતરિક શક્તિઓ કુંઠિત થતી જાય છે, અથવા તો રાહ ભૂલી મનસ્વી અને જીદ્દી બનતા જાય છે. બાળ સહજ જીજ્ઞાસામાં ઘણું કહેવું કે પૂછવું હોય છે, પરંતુ કોને પૂછે? જ્યારે આમ નથી બનતું ત્યારે તેઓ મનોમન કોચવાય છે અને ક્યારેક દેખાદેખીથી લીધેલા માર્ગમાં ખુદ અટવાઈ ને રહી જાય છે. ત્યારે બધોજ દોષ બાળકોના માથે આવે છે.” પહેલાનાં સમયમાં માતા કે દાદા દાદી ઘરમાં કાયમ હાજર રહેતા. સંયુક્ત કુટુંબમાં બાળકોને પ્રથમ સાચું શિક્ષણ ઘરેથી મળતું હતું, આવા વાતાવરણમાં બાળકો પોતાને સલામત અનુભવતા અને મનમાં જાગતા દરેક પ્રશ્નોનું નિરાકરણ મળી જતું. આજે નાનાં કુટુંબમાં પેરેન્ટ્સ કામ કરતાં હોય ત્યારે બાળકોને સાચવવા આયા રાખવામાં આવે છે. જેની જવાબદારી બાળકને નિશ્ચિત સમય માટે સાચવવાની. સમયસર જમાડવાની. બસ એમાં બધું આવી ગયું. બાળકના મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબ આપવાની કામગીરી તેની નથી તો આવા સમયે નાના બાળકની મૂંઝવણનો નિકાલ કેમ થાય? સમજણ આવતા પહેલા હાથમાં ટીવી કે ફોન આવી જાય છે. જેને કારણે થાકીને ઘરે આવેલા માતાપિતાને બીજા કામ આટોપવાનો સમય મળી રહે. અહી પીરસાતું બધું જ કઈ તેમની માટે સારું નથી હોતું. ના જાણવાનું અને અધકચરું જે શીખે છે તે બાળકોના કુમળા મગજ ઉપર અવળી અસર પણ કરે છે. બાળકો સાથે માતાપિતાનો સંબંધ વાત્સલ્ય સાથે પારદર્શક હોવો જોઈએ, અને તો જ એ માર્ગદર્શિક બની શકે છે. આના અભાવમાં બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે. તેમની વચ્ચે આ જનરેશન ગેપ નામની દીવાલ મજબુત બનતી જાય છે. પરિણામે બાળકો અને માતા પિતા એકબીજાને યોગ્ય રીતે સમજી કે સમજાવી શકતા નથી, ખુલ્લા મને વાત કરી શકતા નથી, આ તણાવ આગળ વધી ડીપ્રેસનમાં પરિવર્તિત થાય છે. થોડા વર્ષો પહેલા અમેરિકાના પેન્સીલવેનિયા સ્ટેટમાં બનેલા બનાવને કારણે આવેલા બદલાવથી કેટલાય બાળકોની મૂંઝવણ ઉકેલાઈ રહી છે. અહીના વેલ્ઘી અમેરિકન ક્રિશ્ચિયન ફેમીલીનો એકનો એક દીકરો શોન, જેણે કોલેજને સારા ગ્રેડથી પાસ કરી. આ દરમિયાન તેને કોઈ ગલફ્રેન્ડ નહોતી તેથી પેરેન્ટ્સે તેની ઉપર લગ્ન માટેનું દબાણ વધાર્યું. માં બાપ અજાણ્યા હતા કે તેમનો દીકરો ગે હતો. વધારામાં આ એક ક્ધઝર્વેટીવ ફેમીલી હતું. ત્યારે આજના જેવી હોમેસેક્સ્યુઅલ રીલેશનની પણ છૂટ નહોતી. શોન મનની વાત માબાપને સમજાવવામાં તે નિષ્ફળ ગયો અને કોઈ ઉગ્ર માનસિક સ્થિતિમાં તેણે આત્મહત્યા કરી લીઘી.જ્યારે તેના માબાપને આ વાત જાણવા મળી ત્યારે તેઓ પોતાને પણ દોષી માનવા લાગ્યા. પરિણામે તેમણે એક ફાઉન્ડેશનની રચના કરી. જેનાં પગલે તેઓએ ઘણી બધી સ્કુલોમાં એક અનોખા પોગ્રામ “લેટ્સ ટોક” ની શરૂઆત થઇ. જેમાં બાળકો સાથે વાતચીત કરી તેમની અંગત મૂંઝવણ જાણી તેનો ઉકેલ લાવવાની કોશિશ થાય છે.
સમજણ આવતા પહેલા હાથમાં ટીવી કે ફોન આવી જાય છે, જેને કારણે થાકીને ઘરે આવેલા માતાપિતાને બીજા કામ આટોપવાનો સમય મળી રહે
આજની જનરેશનને જાણવી સમજવી હોય તો તેમની પાસે તેમના જેવું બનીને જવું જોઈએ
- Advertisement -
આજ પ્રોગ્રામ હેઠળ બાળકો પોતાના મનની વાત પોતાના પેરેન્ટ્સ ને નથી કહી શકતા તે બધુ જેમ કે ગુસ્સો ,દુ:ખ,મૂંઝવણ અહી અજાણ્યા સામે આસાનીથી વ્યક્ત કરી દેતા. આ “લેટ્સ ટોક” ના પ્રોગ્રામમાં એક બાર તેર વર્ષના છોકરાને પૂછવામાં આવ્યું કે ” તને કોઈ સ્ટ્રેસ થાય તો શું કરે છે?” ત્યારે તેનો જવાબ આવ્યો કે ” હું મારા ઓરડામાં ભરાઈ જાઉં છું. મને એકલતા પસંદ છે.ક્યારેક તો બે ત્રણ વાર શાવર લઉં છું. આમ કરવાથી મને સારું લાગે છે.” ઘરમાં બાળક એકની એક પ્રવૃત્તિ જો વારવાર કરતો હોય ત્યારે મનમાં જરૂર પ્રશ્ન થવો જોઈએ કે તેમની માનોસ્થિતિ કૈક અલગ છે. . આવી સ્થિતિમાં તેમને ટોક્યા કરતા પ્રેમથી વાત કરવી જોઈએ. એક ભારતિય છોકરીને સવાલ કરવામાં આવ્યો કે “તું ઘરે તારી રૂમ બંધ કેમ રાખે છે”? તો જવાબમાં તેને કહ્યું કે “મારા મોમ ડેડ હું કોની સાથે વાત કરું છું, કોને મેસેજ કરું છું એ બધા ઉપર બહુ ધ્યાન રાખે છે, કારણ વિના સલાહ આપે છે. તેમને ખબર હોય છે હું મારા ફ્રેન્ડસને જ મેસેજ કરું છું છતાં વારંવાર છે કોણ હતું? શું વાત કરતી હતી? આ બધા પ્રશ્નોથી બચવા હું ડોર લોક રાખું છું.” બાળકો ઉપર ઘ્યાન રાખું જોઈએ, પરંતુ તેમને છૂટ સાથે થોડી પ્રાઈવેસી પણ આપવી જોઈએ. એક છોકરાની મનોવ્યથા કંઈ અલગ હતી. સ્કુલમાં તેના કોઈ મિત્રો નહોતા કારણ તે કોઈ સાથે સરખી રીતે વાત કરી શકતો નહોતો, તેની એકલતાનું કારણ તેના પેરેન્ટ્સના ડિવોર્સ હતા. તે પાંચ વર્ષનો હતો અને ત્યારે બંને વચ્ચે થતા ઉગ્ર ઝગડાઓની આ આડઅસર હતી. લેટ્સ ટોક દ્વારા તેમના પ્રોબ્લેમ્સ અને મુંઝવણનું સોલ્યુશન કરાય છે. લગભગ દરેક સ્કુલમાં ચિલ્ડ્રન કાઉન્સેલર એપોઇમેન્ટ કરાએલ હોય છે. જ્યાં બાળકો નાની મોટી સમસ્યાઓ લઈને જતા હોય છે અને ત્યાં તેમને શાંતિથી સાંભળવામાં આવે છે અને તેમને યોગ્ય સલાહ આપી ગાઈડ કરવામાં આવે છે. અહી બાળકો પોતાની સ્ટડીથી લઇ ફ્રેન્ડસ સાથેના ઝગડા કે ઘરનાં નાનામોટા દરેક પ્રશ્નો વિષે ખુલ્લા મને ચર્ચા કરી શકે છે.આ બધી વાતો સાવ સામાન્ય લાગે છે પરતું આજની જનરેશનને જાણવી સમજવી હોય તો તેમની પાસે તેમના જેવું બનીને જવું જોઈએ. પહેલાનો સમય અલગ હતો કે તેમને ધાકધમકીથી કાબુમાં રાખી શકતાં હતા. હવે તો સમજણા થતા બાળકોને મારવું કે સજા કરવું તો ઠીક ઉંચા અવાજે કહેવામાં આવે તો પણ અમેરિકામાં ” મેન્ટલી ટોર્ચર” નો ગુનો બની જાય છે. બાળકો આવતી કાલની અમાનત છે તેમની હેલ્ધી કાલ માટે આજને ખુશહાલ રાખવી જરૂરી છે.