ગુજરાતમાં રિજનલ ઓફિસ શરૂ થવાને કારણે ડમી સ્કૂલો પર પણ અંકુશ આવશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં સીબીએસઇની રિજનલ ઓફિસ શરૂ થવા જઇ રહી છે. હાલ રાજ્યની સીબીએસઇ સ્કૂલો રાજસ્થાનના અજમેર રિજન સાથે જોડાયેલી હતી, પરંતુ આગામી એપ્રિલ 2026થી ગુજરાતની સ્કૂલો માટે રિજન ઓફિસ સંપૂર્ણ રીતે કાર્યરત થશે. અમદાવાદમાં રિજનલ ઓફિસ શરૂ થયા બાદ જે સ્કૂલો એક કેમ્પસમાં એક કરતાં વધુ બોર્ડની સ્કૂલો ચલાવે છે, સાથે જ ઘણી સ્કૂલો સીબીએસઈ સ્કૂલની સાથે કોલેજ પણ ચલાવી રહી છે તેની સામે કાર્યવાહી કરાશે. હવે વાલીને સીબીએસઈ સ્કૂલો અંગે કોઈ ફરિયાદ હશે તો સીધી રિજનલ ઓફિસમાં ફરિયાદ કરી શકશે, અત્યાર સુધી કોઈ પણ ફરિયાદ કરવી હોય તો અજમેર અથવા બોર્ડની હેડ ઓફિસ દિલ્હીમાં કરવી પડતી હતી. આ સાથે જ ગુજરાતમાં રિજનલ ઓફિસ શરૂ થવાને કારણે ડમી સ્કૂલો પર પણ અંકુશ આવશે. હાલ ગુજરાતમાં ઘણી સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ છે. ડમી એટલે કે વિદ્યાર્થી કોઈ કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતો હોય, પરંતુ સ્કૂલમાં માત્ર નામ ચાલતું હોય. વિદ્યાર્થીઓ સ્કૂલની જગ્યાએ કોચિંગ ક્લાસમાં અભ્યાસ માટે જાય છે. આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી સ્કૂલોને ડમી સ્કૂલ કહેવાય છે.
સેન્ટ્રલ બોર્ડની રિજનલ ઓફિસથી આ ફાયદા થશે
વાલીઓને પણ સ્કૂલની વિરુદ્ધ ફરિયાદ કરવી હશે તો સીધી થશે, ફોલોઅપ પણ લઈ શકશે.
- Advertisement -
લોકોએ હવે અજમેર જવાની જરૂર રહેશે નહીં, પૈસા અને સમયનો બચશે
સ્કૂલોને પરીક્ષા, રેકોર્ડ વેરિફિકેશન સહિતની કામગીરીમાં સરળતા રહેશે
સ્થાનિક મોનિટરિંગ વધશે, સ્કૂલોએ નિયમોનું પાલન કરવું પડશે.
સ્કૂલોમાં અધિકારીઓ વારંવાર ફિઝિકલ તપાસ કરી શકશે, જે અત્યાર સુધી શક્ય ન હતું.
વિદ્યાર્થીઓની હાજરી બાબતોની તપાસ કોઈ પણ સમયે થઈ શકશે.
સમગ્ર રાજ્યમાં 714 સ્કૂલ ઈઇજઊની છે
હાલમાં ગુજરાતમાં સીબીએસઈ બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોની સંખ્યા 714 છે. જ્યારે અમદાવાદમાં 91 સ્કૂલોનો સમાવેશ થાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અમદાવાદમાં સ્ટેટ બોર્ડમાંથી સીબીએસઈ બોર્ડમાં જોડાવવાની સંખ્યા વધી રહી છે, જેના મુખ્ય કારણો વાલીઓનો સીબીએસઈ સ્કૂલો પ્રત્યે વધતું વલણ અને સીબીએસઈ સ્કૂલોને મળતી ફી પણ છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડની સરખામણીએ સીબીએસઈ સ્કૂલોમાં ફીની ધોરણ વધારે હોય છે.



