હેમુ ગઢવી હોલમાંK-EPOCH 2K24નું અદ્દભૂત આયોજન કરાયું
શિક્ષકો-વિદ્યાર્થીઓની દિવસની મહેનત ઉડીને આંખે વળગી: બાળકોની કૃતિઓ જોઈ માતા-પિતા થયા ભાવવિભોર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક સમારોહ ગુરુવારે હેમુ ગઢવી હોલ ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ એન્યુઅલ ફંક્શનમાં બાળકોએ અલગ-અલગ ગીતો પર ડાન્સ ઉપરાંત જુદા-જુદા નાટકો થકી વાલીઓ અને શિક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. હેમુ ગઢવી હોલમાં બુધવારે સવારે 08.45 વાગ્યાથી રાત્રિનાં 12 વાગ્યા સુધી અલગ અલગ 5 સેશનમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલનાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો સંપૂર્ણ શ્રેય કર્ણાવતી સ્કૂલનાં સંચાલક અશોક પાંભર અને રમેશ પાંભર તેમજ તેમની શિક્ષકોની ટીમને જાય છે. રાજકોટનાં રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોનું શ્રેષ્ઠ ઘડતર થઈ રહ્યું છે તેવું તમામ વાલીઓને પ્રતિત થયું હતું. કર્ણાવતી સ્કૂલમાં બાળકોને શિક્ષણની સાથે સામાજીક ઉત્તરદાયિત્વ અંગે પણ પૂરેપૂરી સમજ આપવામાં આવી રહી છે. કર્ણાવતી સ્કૂલ દિવસે ને દિવસે નવા મુકામ સર કરી રહી છે.
કર્ણાવતી સ્કૂલે પ્રતિભાની પરખના આ પર્વમાં ભૂલકાઓની આંતરિક શક્તિઓને નવી ઉડાન આપી હતી. આખો હેમુ ગઢવી હોલ હકડેઠઠ ભરાઈ ગયો હતો. વાલીઓએ ઉત્સાહભેર એન્યુઅલ ડે 2ઊં24નો કાર્યક્રમ નિહાળ્યો હતો અને અમુક કૃતિઓમાં બાળકો દ્વારા એટલો સરસ અભિનય કરવામાં આવ્યો હતો કે વાલીઓ અને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ઘણા નાટકો થકી બાળકોના ભવિષ્ય ઘડતર માટેના સંદેશ અપાયા હતા.
કાર્યક્રમને જીજ્ઞા મેડમ, દર્શિલ સર અને પારૂલ મેડમ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રમેશભાઈ પાંભર, અશોકભાઈ પાંભર અને શાળાના ટ્રસ્ટી પ્રફુલભાઈ નડીયાપરા સહિતના આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. એન્યુઅલ ડે કાર્યક્રમ માટે છેલ્લાં 40 દિવસથી શાળાના રોનક રાવલ, ચેતન બોરીચા સર સહિતના શિક્ષકો અને બાળકો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી હતી અને ગુરુવારે હેમુ ગઢવી હોલમાં યોજાયેલા આ સમારોહમાં આ તમામની મહેનત ઉડીને આંખે વળગે તેવી હતી.
નાના-નાના ભૂલકાઓથી લઈને ધો. 11-12 સુધીના વિદ્યાર્થીઓની મહેનત અને અદ્દભૂત કલાકૃતિઓ જોઈ ઉપસ્થિત વાલીઓ અને આમંત્રિત મહેમાનો મંત્રમુગ્ધ બની ગયા હતા. કાર્યક્રમના તમામ ડાન્સ અને નાટક હિરલ મેડમ, સાક્ષી મેડમ, જાની સર, આશુતોષ સર, મોન્ટુ સર, કૃપા મેડમ, નિરાલી મેડમ, રવિરાજ સર અને હરેશ ગોજીયા સર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યા હતા.
છેલ્લા શૉમાં એકસાથે 200 વિદ્યાથી-શિક્ષકોએ સ્ટેજ પર પરફોર્મ કરી નવો રેકોર્ડ બનાવ્યો



