ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
દીવ જિલ્લા 84 જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા અજર અમર ચિરંજીવી શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય જન્મોઉત્સવ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન થયું જેમાં દરેક સમાજના કુલગુરોના યજમાનો નગરના સેવકો તથા દરેક સમાજના જ્ઞાતિજનો પ્રતિનિધિઓ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા, વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ, અક્ષય તૃતીયાના આજના દિવસે શ્રી વિષ્ણુ ભગવાને શ્રી પરશુરામ, નર નારાયણ, હયગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર ચાર અવતારો ધારણ કર્યા હતા, આજની તિથિ સતયુગના આરંભ ની અને જીવનના અનેક શુભ કાર્યો અને દાન પુણ્ય કાર્યનો આરંભ દીવસ અક્ષયફલ મળે છે એટલે , આજરોજ શ્રી દીવ જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા 3/વાગ્યે બપોરે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે શ્રી પરશુરામ ભગવાનનું પૂજન તથા હાજર સંતો નું પૂજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં શ્રી જગતગુરુ શંકરાચાર્યજી નો રથ જોડવામાં આવેલ. શ્રી પરશુરામનું પ્રત્યક્ષ રૂપ શ્રી રોહિતભાઈ આચાર્ય પ્રભુએ ધારણ કરેલું, ઢોલ, શરણાઈ, બેન્ડ પાર્ટી, આતિશ બાજી અને પરશુરામ ના જયકારાથી આ શોભાયાત્રાની શરૂઆત શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરેથી ભાવસરવાળા, પ્રણામી મંદિર, પંચવટી રોડ, મટાકા રોડ, ગાયત્રી મંદિર, સંઘારીયા શેરી થઈને 6/ કલાકે સાંજે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રા ને વિરામ આપવામાં આવ્યું જેમાં અનેક માર્ગોએ ભૂદેવો અને યજમાનોએ શોભા યાત્રીકોને ઠંડુ પીણું પીવડાવ્યુ.
- Advertisement -
ત્યારબાદ 6:30/ કલાકે સાંજે ધમે પ્રવચન શ્રી રોહિતભાઈ આચાર્ય તથા સભ્યો દ્વારા આજના શુભ દિવસની ધમેપ્રવચન કર્યું ત્યારબાદ સાંજે 7/ કલાકે શણગાર, દીપમાળાથી શ્રી પરશુરામ ભગવાન તથા શ્રી હાટકેશ્વર મહાદેવ ની મહા આરતી કરવામાં આવી ત્યાબાદ મંત્ર પુષ્પાંજલિમાં સૌ શોભાયાત્રીકોનું આજના દિવસનું અનંતફળ મળે તે પ્રાર્થના કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, ત્યારબાદ સાંજે 8/ કલાકે સહુ યાત્રિકોએ ભોજનની પ્રસાદી લીધી અને સહુને આજના શુભ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને જય પરશુરામના નાદથી દીવ જિલ્લાને ગુંજતું કરવામાં, આવ્યું આ સમગ્ર આયોજન દીવ જિલ્લા બ્રહ્મસમાજ વતી રોહિત આચાર્ય પ્રભુ તથા તુષારભાઈ જોષી ના માર્ગદર્શન પ્રમાણે સમાજના યુવાનોએ જહેમત ઉઠાવેલી, બ્રહ્મસમાજ વતી રોહિત આચાર્ય દ્વારા દરેક સમાજના જ્ઞાતિજનોને તથા અમેઝિંગ મંડપ સર્વિસ ફુદમ, સજાવટ મંડપ સર્વિસ દીવ તથા ગાયત્રી માતા પરિવારનો અને નગર સેવકો પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.