કેટલાક લોકોને શક્તિ સાથે વાંધો પડ્યો છે: પરસોત્તમ રૂપાલા
દેશમાં શક્તિ અને સંસ્કૃતિની પૂજા કરવાની પરંપરા
- Advertisement -
શક્તિ સામે વાંધો છે તેની વિચારધારા અંગે વિચારવું જોઈએ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં પરસોત્તમ રૂપાલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર વરસ્યા છે. જેમાં રાહુલ ગાંધીના શક્તિ અંગેના નિવેદનને લઈને રૂપાલાએ પ્રહાર કર્યા છે. જેમાં જણાવ્યું છે કે હાલમાં કેટલાક લોકોને શક્તિ સાથે વાંધો પાડયો છે. આપણા દેશમાં શક્તિ અને સંસ્કૃતિની પૂજા કરવાની પરંપરા છે.
જેને શક્તિ સામે વાંધો છે તેની વિચારધારા અંગે વિચારવું જોઈએ. જેને શક્તિ સામે વાંધો છે તેની વિચારધારા અંગે વિચારવું જોઈએ. શક્તિનો વિરોધ કરનારાને ભરોસે આ દેશ ચાલતો નથી. રાહુલ ગાંધી ઉપર મોદી બાદ એક પછી એક ભાજપના નેતાઓ પ્રહાર કરી રહ્યા છે. રાજકોટમાં એક કાર્યક્રમમાં રૂપાલા દ્વારા આ વાક પ્રહાર કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાહુલ ગાંધીએ શક્તિ મુદ્દે કરેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ શક્તિ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી નામ લીધા વગર વિરોધ નોંધાવ્યો હતો.
- Advertisement -
રાહુલ ગાંધીની ન્યાયયાત્રા 17 માર્ચ, રવિવારે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે મુંબઈના શિવાજી પાર્કમાં ઈં.ગ.ઉ.ઈં.અ ગઠબંધનની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. રાહુલ ગાંધીએ રેલીમાં કહ્યું હતું કે, હિન્દુ ધર્મમાં શક્તિ શબ્દ છે, અમે શક્તિ સામે લડી રહ્યા છીએ.