આજે સિંધી સમાજનો પવિત્ર તહેવાર ચેટીચાંદ નિમિત્તે ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાસલીલા ક્લબ દ્વારા સ્કૂટર રેલીને આવકારવામાં આવી હતી. આ તકે રાજકોટ લોકસભા ઉમેદવાર પરષોતમ રૂપાલા, રામભાઈ મોકરીયા, ડો. દર્શિતા શાહ સહિતના મહાનુભાવોએ ઝુલેલાલ મંદિરે શીશ ઝુકાવી ધર્મગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અને ધર્મગુરુએ પરષોતમ રૂપાલાને આશીર્વાદ પાઠવી શુભકામના પાઠવી હતી ત્યારે બાદ ઝંડી ફરકાવી પરષોતમ રૂપાલાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ચેટીચાંદ નિમિત્તે ભવ્ય રેલીનું પ્રસ્થાન કરાવતા પરસોતમ રૂપાલા

Follow US
Find US on Social Medias