તા.5ના પરશુરામધામનું ભૂમિપૂજન તથા બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ યોજાશે: ઓડિટોરિયમનું પણ નિર્માણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ તક્ષશીલા પરશુરામધામ પરિવારના બ્રહ્મચારી નારાયણનંદજી ગુણવંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, રવિભાઈ ત્રિપાઠી સહિતના આગેવાનોની એક યાદીમાં જણાવાયું છે કે શ્રી શારદાપીઠ દ્વારકા જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ દ્વારા જામનગર ખાતે તક્ષશીલા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનની અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી છે ત્યારે તક્ષશીલા સંકુલમાં ભગવાન વિષ્ણુના છઠા અવતાર જગતના આરાધ્યદેવ અને બ્રાહ્મણના ઈષ્ટદેવ એવા ભગવાનશ્રી પરશુરામજીના મંદિરનું ભૂમિપૂજન આગામી તા. 5 ને સોમવારના રોજ સવારે 9-30 કલાકે સાધુસંતો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો અને સૌરાષ્ટ્રભરમાંથી ભૂદેવોની મોટી સંખ્યામાં બ્રહ્મચોર્યાસી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તક્ષશીલા સંકુલની વિશાળ જગ્યામાં પરશુરામધામ સાથે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રયજી, આદ્ય શંકરાચાર્યજીનું મંદિર પણ નિર્માણ થશે. આવા ત્રિવેણી સંગમ કાર્યક્રમનો પ્રારંભ જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ સ્વામી સદાનંદ સરસ્વતીજીના પાવન કરકમલોથી કરવામાં આવશે.
વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ પરશુરામ ધામ 6000 ફૂટની જગ્યામાં અને 65 ફૂટ ઊંચાઈની શિખરે રહેશે તેમજ આ પરિસરમાં જગદ્ગુરુ શંકરાચાર્યના આશ્રમમાં ઓડિટોરિયમનું નિર્માણ પણ કરવામાં આવશે તેમજ તબક્કાવાર હોસ્પિટલ, ક્ધયા છાત્રાલય, આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ આ ભૂમિપૂજનમાં મધ્યપ્રદેશ ખાતે ભગવાનશ્રી પરશુરામ ભગવાનની જન્મભૂમિની જ રજ પધરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના સંતો સર્વે મુક્તાનંદબાપુ, અવધેશદાસજી મહારાજ, મહામંડલેશ્ર્વર કનકેશ્ર્વરી દેવીજી, ભગવાનદાસબાપુ, કૃષ્ણમણીદાસ, સીતારામબાપુ, દેવપ્રસાદજી મહારાજ, વિશાલબાપુ તેમજ વિજયભાઈ જોષી તેમજ રાજકીય આગેવાનોમાં રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મુળુભાઈ બેરા, પુનમબેન માડમ, પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, પબુભા માણેક, અનિકેતભાઈ ઠાકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેઘજીભાઈ ચાવડા, સેજલબેન પંડ્યા, અનિલભાઈ મહેતા, અર્જુનભાઈ મોઢવાડિયા, હેમંતભાઈ ખવા, વિજયભાઈ બુજડ, નીતિનભાઈ ભારદ્વાજ, અમિતભાઈ ઠાકર, ઉદયભાઈ કાનગડ, વિજયભાઈ સાતા, ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, સુરેન્દ્રભાઈ વ્યાસ, સુભાષભાઈ જોશી, અર્ચનાબેન ઠાકર, શિવસાગરભાઈ શર્મા, હિમાંશુભાઈ જોશી, પ્રફુલભાઈ વાસુ, જીતુભાઈ લાલ, ડો. વિનોદભાઈ ભંડેરી, આશિષભાઈ જોશી, ધરમભાઈ જોશી, નેહલભાઈ શુકલ, કુસુમબેન પંડ્યા, અલ્પેશભાઈ જોશી, વ્રજલાલભાઈ પાઠક, ઋચિતાબેન જોશી, મઈબેન ગરચર, બીનાબેન આચાર્ય, ડિમ્પલબેન રાવલ, ફાલ્ગુનીબેન વ્યાસ, માધવભાઈ દવે, બીપેન્દ્રસિંહ જાડેજા, ચિરાગભાઈ યાદવ, અલ્પાબેન દવે, વિનોદભાઈ ખીમસુરીયા, હિતેનભાઈ ભટ્ટ, તૃપ્તિબેન ખેતિયા, અશોકભાઈ નંદા, ગીરીશભાઈ અમેઠીયા, દિલીપભાઈ ભારદીયા, બાબુભાઈ તાળા, સચીનભાઈ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
અંતમાં ઉપરોક્ત બ્રહ્મઅગ્રણીઓએ જણાવ્યું હતું કે આ તક્ષશીલા પરશુરામધામ નિર્માણ કાર્યમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી, ગુણવંતભાઈ ભટ્ટ, બિપીનભાઈ પુંજાણી, નારાયણનંદજી, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, પી. સી. ખેતિયા, જયદેવભાઈ ભટ્ટ સહિતના આગેવાન ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ તક્ષશીલા માર્ગદર્શન હેઠળ તક્ષશીલા કેમ્પસમાં ભવિષ્યમાં દીકરીઓ માટે હોસ્ટેલ, રમતગમત સંકુલ, સાધુ-સંતો માટે અતિથિગૃહ, નૈસર્ગિક પર્યાવરણ સુશોભન, વ્યાવસાયિક તાલીમ ભવન, હોસ્પિટલ, કોલેજ, એમ ફી થિયેટરનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગરમાં વસવાટ કરતા બ્રહ્મસમાજના વિવિધ તડગોળ, સહ્યોજક બ્રાહ્મણ સમાજની વિવિધ ઘટક સંસ્થાઓ, ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તક્ષશીલા પરશુરામધામ કોર કમિટી તક્ષશીલા ધામ પરિવાર સહિતના જહેમત ઉઠાવી
રહ્યા છે.
આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે જામનગર બ્રહ્મ સમાજના અગ્રણી એન. ડી. ત્રિવેદી, શાસ્ત્રી વિરલભાઈ નાકર, મનીષભાઈ રાવલ, કમલેશભાઈ પંડ્યા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રવકતા હરેશભાઈ જોષી, ભૂદેવ સેવા સમિતિના તેજસભાઈ ત્રિવેદી આવ્યા હતા.