ખાસ-ખબર ન્યૂઝ સુદાન, તા.6
સુદાનના અર્ધલશ્ર્કરી દળોએ ઉત્તર કોર્ડોફેન પ્રાંતની રાજધાની અલ-ઓબૈદા શહેરમાં અંતિમવિધિ દરમિયાન હુમલો કર્યો હતો, જેમાં કમ સે કમ 40 નાગરિકોના મોત થયાનું અહેવાલ છે. છેલ્લા બે વર્ષથી ચાલુ યુદ્ધ તીવ્ર બનતા આ પ્રાંતના અનેક વિસ્તારોમાં હિંસાની પરિસ્થિતિ વધુ બગડી રહી છે. યુનાઇટેડ નેશન્સની હ્યુમેનેટેરિયન અફેર્સ કચેરી (ઘઈઇંઅ)એ જણાવ્યું કે સોમવારે થયેલા આ હુમલામાં ડઝનબંધ લોકોના જીવ ગયા, જોકે હુમલાખોરો કોણ હતા તે સ્પષ્ટ નથી. યુએનએ ચેતવણી આપી છે કે કોર્ડોફેન પ્રાંતમાં માનવતાની પરિસ્થિતિ ચિંતાજનક બની છે અને સામાન્ય નાગરિકો સતત હિંસાના ભોગ બની રહ્યા છે.
ધ સુદાન ટ્રિબ્યુન અને અન્ય મીડિયા રિપોર્ટ્સ મુજબ, અર્ધલશ્ર્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (છજઋ)એ અલ-ઓબૈદા શહેરમાં ચાલતી અંતિમવિધિ સમારોહને લક્ષ્યાંક બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે શહેરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
- Advertisement -
સુદાનમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલતા યુદ્ધનું એપિકસેન્ટર કોર્ડોફેન અને દારફુર પ્રાંત બની ચૂક્યાં છે. ગયા મહિને આરએસએફે દારફુરના અલ-ફાશર વિસ્તાર પર કબજો કર્યો હતો, જે લશ્ર્કરના કબજાવાળા અંતિમ મજબૂત ગઢોમાંનું એક હતું. આ જીત બાદ આરએસએફ હવે કોર્ડોફેન તરફ આગળ વધતું જણાઈ રહ્યું છે. 2019થી ચાલુ હિંસામાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે અને આશરે 1.2 કરોડ નાગરિકો વિસ્થાપિત થયા છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો હિંસા પર અંકુશ ન મૂકાય, તો સુદાન માનવતાવાદી સંકટના સૌથી ગંભીર તબક્કામાં પહોંચી શકે છે.



