આગામી પચ્ચીસમી જુલાઈએ અજય દેવગણની ‘સન ઓફ સરદાર ટૂ’ અને જાહ્નવી કપૂર તથા સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘પરમ સુુંદરી’ ફિલ્મો રીલિઝ થવાની હતી. તેમાંથી અજય દેવગણની ફિલ્મ પહેલી ઓગસ્ટ પર પાછી ઠેલાયા બાદ હવે જાહ્નવીની ‘પરમ સુંદરી’ની રીલિઝ પણ મુલત્વી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
‘પરમ સુંદરી’ માટે કોઈ નવી તારીખની જાહેરાત આજે મોડે સુધી થઈ ન હતી. પરંતુ. એમ મનાય છે કે નિર્માતા દિનેશ વિજન હવે ઓગસ્ટ તથા સપ્ટેમ્બરની કોઈ અનુકૂળ તારીખ શોધી રહ્યા છે.
- Advertisement -
જોકે, ઓગસ્ટમાં અજય દેવગણની ‘સન ઓફ સરદાર ટૂ’ રીલિઝ થવાની છે. તે પછી ઓગસ્ટના મધ્યમાં હૃતિક રોશનની ‘વોર ટૂ’ રીલિઝ થવાની છે. આથી, ‘પરમ સુંદરી’ માટે કોઇ અનુકૂળ તારીખ શોધવાનું બહુ મુશ્કેલ બનવાનું છે.