જાગૃત યુવાન સાથે સરપંચ પતિનો મારકૂટ કરતો વિડીયો વાઇરલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
મૂળી તાલુકાના વડધ્રા ગામે કાગળ પર યોજાનારી ગ્રામસભાનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં વડધ્રા ગામના જાગૃત યુવાન દ્વારા પંચાયત ખાતે સરપંચ પતિની હાજરીમાં માત્ર કાગળો પર યોજાતી ગ્રામસભાનો વિરોધ કરતા સરપંચ પતિ દ્વારા યુવાન સાથે મારામારી કરી હતી આ સમગ્ર બાબતનો વિડિયો જાગૃત યુવાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી વડધ્રા ગામના સરપંચ પતિની ગુંડાગીરીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર મૂળી તાલુકાનાં વડધ્રા ગામે ગ્રામ પંચાયત ખાતે કાગળ પર યોજાનારી ગ્રામ સભામાં અન્ય કોઈ ગામના આગેવાનો અથવા ગ્રામજનો વગર ગ્રામસભા યોજાતી હોય જે અંગે ગામના જ જાગૃત યુવાન દ્વારા ગ્રામ પંચાયત ખાતે જઈ મહિલા સરપંચ રિંકુબેનના પતિ દેવાભાઇ દુધ્રેજીયાને પંચાયતમાં યોજાતી ગ્રામસભા બાબતે પૂછતાં સરપંચ પતિ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાન પર હુમલો કર્યો હતો જ્યારે સરપંચ પતિ પોતાની રજીકય નશામાં ચૂર થઈ યુવાનને જેમ તેમ શબ્દો બોલી હાથમાં ધોકો લાઓ યુવાનને માર મારવાની પ્રયાસ કરાયો હતો આ સાથે સરપંચ પરી દેવાભાઇ દ્વારા યુવાનને ગ્રામ પંચાયતમાં પગ નહિ મૂકવાની ધમકી શીખે આપી પોતે સરપંચ હોવાનો દાવો કરતી વિડિયો ક્લિપ વાઇરલ થતાં સમગ્ર મૂળી પંચકમાં ચકચાર મચી જવા પામ્યો છે જ્યારે સરપંચ પતિ દ્વારા સત્તાનો દુરઉપયોગ કરી આ પ્રકારે ગ્રામજનો સાથે વ્યવહાર કરતા રોષની લાગણી ફેલાઇ છે.



