મુંબઈ ANCએ દહિસરમાં 2, નાલાસોપારાની એક દુકાન મળી 4 મિલકત સીલ કરી
ખાસ-ખબર સંવાદદાતા
MD ડ્રગ્સ બનાવતી પાનોલીની ઇન્ફીનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની અગઈએ જપ્ત કરી ઓગસ્ટ 2022માં મુંબઈ નાર્કોટિક્સ સેલે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું રેકેટ પકડયું હતું. 4,856 કરોડ રૂપિયાની કિંમતનું 2,428.958 કિલોગ્રામ ડ્રગ રિકવર કરાયું હતું. પાનોલી ૠઈંઉઈમાં આવેલી ઇન્ફીનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની સહિત દહીંસર, નાલા સોપારામાંથી ગત ઓગસ્ટ 2022માં 2428 કિલો રૂ.4856 કરોડનું ખઉ ડ્રગના રેકેટમાં મુખ્ય આરોપીની રૂ.2.67 કરોડની 4 મિલકતો મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે જપ્ત કરી છે. મુંબઈ અગઈએ ગયા વર્ષના રૂ. 4,856 કરોડના મેફેડ્રોન જપ્તીના કેસમાં મુખ્ય આરોપીની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાનોલી ખાતેની ચાર મિલકતો જપ્ત કરી છે. સ્મગલર્સ એન્ડ ફેરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ અને ગઉઙજ એક્ટની સક્ષમ સત્તાએ રૂ. 2.67 કરોડથી વધુની કિંમતની મિલકતો સામે કાર્યવાહી કરાઈ છે.