અનીલ સ્વીટ માર્ટમાંથી દાઝીયું તેલ, વાસી લોટ તથા ચટણી મળી કુલ 15 કિલો જથ્થાનો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ રધુનાથ ટ્રેડર્સમાંથી લીધેલા વરીયાળી, “કનકાઈ સિઝન સ્ટોર” અને “શ્રી રાજ આઇસ્ક્રીમ પાર્લર સિઝન સ્ટોર” અંબાજી કડવા પ્લોટમાંથી લેવામાં આવેલો કેરીનો રસ, બોલેરો ગાડી વાહન નં. ૠઉં 04 અઠ 3877 માંથી, રાજકોટ મહાનગરપાલિકા -સેન્ટ્રલ ઝોન, ઢેબર રોડ, રાજકોટ. (રહે: રામનાથપરા મેઇન રોડ, હુસેની ચોક, રાજકોટ) મુકામેથી ઇમ્તિયાઝભાઈ જુમાભાઇ કાનીયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર (લુઝ)” ના નમૂના અને જનતા સ્વીટ, અંબિકા ટાઉનશીપ, મુકામેથી લેવામાં આવેલા ખાદ્યચીજ “પનીર (લુઝ)” નો નમૂના તપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજ્યુડિકેશન જાહેર થતા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ અધિક કલેક્ટર કાર્યવાહી કરશે જ્યારે મનપાની ફૂડ શાખા દ્વારા કેનાલ રોડ, પર આવેલ અનીલ સ્વીટ માર્ટની તપાસ કરતાં પેઢીમાં ઉપયોગમાં લેવાતા દાઝીયું તેલ, વાસી લોટ તથા ચટણી મળી કુલ 15 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરાયો જ્યારે ગાયત્રીનગર મેઇન રોડ, પર આવેલ જલારામ ફરસાણની તપાસ કરતાં પેઢીમાં અખાધ્ય વાસી જણાયેલ ફરસાણ, વાસી લોટ, એક્સપાયરી થયેલ મસાલા, મળીને કુલ 7 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરાયો. આ સિવાય ભક્તિનગર સર્કલ, 80 ફૂટ રોડ, પર આવેલ ધારેશ્વર ફરસાણ હાઉસની તપાસ કરતાં પેઢીમાં પેકેજિંગ નિયમોનું પાલન કરવા તથા ફૂડ લાઇસન્સ ધરાવનાર ઉત્પાદક પેઢી પાસેથી ખાદ્ય ચીજ વેચાણે લેવા બાબતે તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ અપાઈ હતી.
- Advertisement -