ભોળાનાથ સમક્ષ શિશ ઝૂકાવી ભક્તોએ મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી
આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પંચનાથ મંદિરનું પરિસર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. શહેરના દરેક મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન મહાદેવના અલગ અલગ શ્રૃંગાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આજે બીજા સોમવારે મહાદેવને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા જલાભિષેક, દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રાચીન મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભાવિકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મહાદેવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. શરૂઆતમાં આ જગ્યામાં પાંચ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આથી જે તે વખતથી પંચનાથ અનુસાર મહાદેવને પંચનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં આવેલા પંચનાથ મંદિરની સ્થાપના 150 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી.