-TMCના જ બે જૂથ બાખડયા
મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની રેલીના એક દિવસ પછી પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના બે જૂથો વચ્ચેની હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને પાંચ ઘાયલ થયા હતા. કૂચ બિહારના એસપી સુમિત કુમારે જણાવ્યું કે આજે સવારે ગીતાલદહામાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, પાંચ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એક બાબુ હકનું મોત થયું છે. સ્થિતિ શાંતિપૂર્ણ છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
- Advertisement -
બાંગ્લાદેશની સરહદે આવેલા આ વિસ્તારમાં બોટ દ્વારા પહોંચી શકાય છે. વિસ્તારમાં તણાવનો માહોલ છે. તૃણમૂલના નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો છે, જ્યારે પોલીસનું કહેવું છે કે તૃણમૂલના કાર્યકરોએ એકબીજા સાથે મારામારી કરી હતી. આ પેહલા કૂચબિહાર પહેલા મુર્શિદાબાદ જિલ્લાના ડોમકોલમાં હિંસા ફાટી નીકળી હતી. અહીં પ્રચાર દરમિયાન ઈઙઈં(ખ) અને ઝખઈ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. તૃણમૂલે આરોપ લગાવ્યો હતો કે વિરોધ પક્ષો ભીડને ઉશ્કેરીને વાતાવરણને ખરાબ કરી રહ્યા છે.
ભાજપના ઉમેદવારના ઘર પર બોમ્બ હુમલો
તે જ સમયે, નદિયા જિલ્લાના કૃષ્ણગંજ પંચાયત સમિતિ બેઠક પરથી બીજેપી ઉમેદવાર કલ્પના સરકારના ઘર પર બોમ્બ હુમલાનો મામલો સામે આવ્યો છે. ભાજપે તૃણમૂલ કાર્યકર્તાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે જ્યારે ટીએમસી કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ લાકડીઓ અને સળિયાથી માર માર્યો હતો.